કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ

અમદાવાદ,બુધવાર
ગોમતીપુરમાં કૂતરાએ એડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે દુકાનદારે ઠપકો આપીને કૂતરાને ઘરે બાંધી રાખવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને વેપારીને નીચે પાડીને ઢોર મારમારીને લાકડીના ફટકા માર્યા હતા જેથી લોહી લુહાણ હાલતતમાં વેપારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારા લીધે મારે ખર્ચ ભોગવવો પડયો કહી પરિવાર ત્રણ લોકોએ હુમલો કરાતા ગંભીર હાલતમાં વેપારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
બાપુગરમાં રહેતા અને ગોમતીપુરમાં કરિયાણાની દુકાન ધરાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં રહેતા કાલુભાઇ સહિત પરિવારના ત્રણ લોકો સામે ફરિયાદ નોઁધાવી છે કે ગઇકાલે બપોરે તેઓ દુકાને હાજર હતા ત્યારે આરોપી કૂતરુ લઇને આવ્યા હતા અને તેમના કૂતરુ રોડ ઉપર આમથી તેમ આટા મારતું હતું.
જેથી કૂતરાએ એડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે દુકાનદારે ઠપકો આપીને કૂતરાને ઘરે બાંધી રાખવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને વેપારીને તારા કારણે મારે ખર્ચ ભોગવવા પડયો કહીને તકરાર કરી હતી અને વેપારીને નીચે પાડીને ઢોર મારમારીને લાકડીના ફટકા માર્યા હતા જેથી લોહી લુહાણ હાલતતમાં વેપારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલમાં સારવાર ચાલું છે.









