તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી

- કારમાં ગુંગળામણથી મૃત્યું અટકાવવા
- પાવઠી ગામની શાળાના બે મિત્રો ફોર વ્હીલમાં ગુંગળાઇને મૃત્યું થતા બોધપાઠ લઇ પિતાની મદદથી પેટન્ટનો આવિષ્કાર
પાવઠી ગામની પ્રા.શાળામા ધો.૬ થી ૮ના ગણિત વિજ્ઞાાનના શિક્ષક તરીકે મધવભાઈ પંડયા ફરજ બજાવે છે. તેમનો પુત્ર યાજ્ઞિાક ધો.૭મા અહીજ અભ્યાસ કરે છે. આજ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કારમાં રમતા હતા, કારના તમામ કાચ બંધ હતા ને કાર લોક થઈ ગઈ. ઓક્સિજન વાયુની ઘટ ઉભી થતા બંને બાળકોના ગૂંગળાઈ જવાના કારણે મૃત્યુ થયા હતા. આ ઘટનાએ ધો.૭ના વિદ્યાર્થી યાજ્ઞિાકનું હૈયું હચમચાવી દીધું હતું. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે વિજ્ઞાાન અને ટેકનોલોજીના જાણકાર પિતા માધવભાઈને સાથે રાખી કારનું તાપમાન, ગાડીમા હલન ચલન અને કારની અંદરની એર ક્વોલિટીના આધારે કાર લોક અને બંધ હોવા છતાં ઓટોમેટીક કારનો પંખો, બેલ્ટ શરૂ થઈ જાય. બ્લોઅરમાંથી હવાની અવર જ્વર થવા લાગે અને કારમાંથી જ એલર્ટનું સાયરન વાગવા લાગે અને કાર સાથે જોડાયેલા મોબાઈલમાં નોટિફિકેશન મળે તેવી ટેકનોલોજીની શોધ કરી છે. જેના થકી કારમાં ગૂંગળાઈને કોઇ વ્યક્તિનું મૃત્યું ન થાય. જે ટેકનોલોજી વિકસાવી છે તેના માટે ભારતીય પેટન્ટ ઓફીસમા આ પેટન્ટ યાજ્ઞિાક પંડયાના નામે બુક પણ થઈ ગઈ છે. જે ઓનલાઈન વેબસાઇટ પર પણ જોવા મળી શકશે.
વિદ્યાર્થીની આ શોધની દિશામાં કાર્યવાહી કરવા સરકારમાં રજૂઆત
તળાજાના યાજ્ઞિાક પંડયા દ્વારા કારમાં ગૂંગળામણથી થતા મોતનું સોલ્યુશન શોધવામાં પેટન્ટ વિકસાવી સફળતા મેળવી છે જેની નોંધ લઇ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખી આ દિશામાં સરકાર પક્ષે અકસ્માત અટકાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીની આ સિદ્ધીને બિરદાવી હતી.









