Gujarat

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ્વારા આપઘાત : સારવાર દરમિયાન મોત

By GS TEAM
1 May 20261 min read
TukuTouch Logo
કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામ સીમ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાએ માનસિક બિમારીથી કંટાળી આત્મહત્યા કરી લેતા દુઃખદ બનાવ સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ્વારા આપઘાત : સારવાર દરમિયાન મોત

Jamnagar : કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામ સીમ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાએ માનસિક બિમારીથી કંટાળી આત્મહત્યા કરી લેતા દુઃખદ બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મરણજનાર જેનુબેન વાલીમામદભાઈ ચના (ઉંમર 72 વર્ષ), છેલ્લા આશરે ત્રણ વર્ષથી માનસિક બિમારીથી પીડિત હતા અને સમયાંતરે સારવાર લઈ રહ્યા હતા. તેમ છતાં સ્વાસ્થ્યમાં યોગ્ય સુધારો ન થતા તેઓ નિરાશામાં જીવી રહ્યા હતા.

તા.29 એપ્રિલના રોજ વહેલી સવારે પોતાના વાડી વિસ્તારમાં તેમણે પેટ્રોલ શરીર પર છાંટી દીવાસળી વડે આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.