Gujarat

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ

By GS TEAM
15 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષના એક યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ પોતાના ઘેર હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષના એક યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ પોતાના ઘેર હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ નામના ૩૨ વર્ષના યુવાનને નિંદ્રાધીન અવસ્થામાં જ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. પોતે સૂઈ ગયા બાદ કાંઈ બોલતો ન હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનો જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે જી.જી. હોસ્પિટલમાં જ નોકરી કરતા મૃતકના પિતા ગોપાલભાઈ જીવણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી, આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.