Gujarat
બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત
By GS TEAM
19 Dec 20251 min read

વડોદરા,ખાનગી બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુુવકને આજે સવારે ગભરામણ થયા પછી મોત થયું હતું. હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેપુરા લાલ અખાડા વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો અક્ષય રણજીતભાઇ માને વકીલાતનો અભ્યાસ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી તે સનફાર્મા રોડ પર આવેલી ખાનગી બેન્કમાં લીગલ એડવાઇઝર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે નોકરી પર ગયેલા અક્ષયને ગભરામણ થતા સાથી કર્મચારીઓ તેને ઘરે મૂકવા જતા હતા. રસ્તામાં જ તેની તબિયત વધુ ખરાબ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા છે. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે પી.એમ. કરાવ્યું છે.









