Get The App

આણંદમાં 22 વર્ષની યુવતી પર બે સંતાનોના વિધર્મી યુવકનો બળાત્કાર

Updated: Oct 20th, 2024

GS TEAM


Google News
Google News
આણંદમાં 22 વર્ષની યુવતી પર બે સંતાનોના વિધર્મી યુવકનો બળાત્કાર 1 - image


22 વર્ષની યુવતીને ચાલ ફરવા જઈએ તેમ કહી બાઈક પર બેસાડીને આણંદ મિત્રના ઘેર લઈ ગયા બાદ કરજણ તાલુકાના હાંડોદ ગામના વિધર્મી બે સંતાનોના પરિણીત મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે પરિણિત 34 વર્ષના યુવાનની ધરપકડ કરી હતી.

કરજણ તાલુકામાં રહેતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા મારે હાદોડ ગામમાં રહેતા સિરાજ અબ્દુલ ઘાંચી સાથે મિત્રતા થઈ હતી તેણે મને તેનો મોબાઇલ નંબર આપતા હું મારા માતા-પિતાની જાણ બહાર તેની સાથે વાત કરતી હતી.

થોડા દિવસ પહેલા સીરાજે મને ફોન કરીને જણાવેલ કે આપણે ફરવા જવાનું છે હું કહું ત્યારે તૈયાર થઈ જજે ત્યારબાદ તારીખ 14 ના રોજ સવારે તેનો ફોન આવ્યો હતો અને બપોરે તું તૈયાર થઈ જજે હું આવીશ તેમ કહ્યું હતું બપોરના સમયે મારા માતા-પિતા ખેતરે અને નાનો ભાઈ નોકરી પર હતો ત્યારે આઇ સ્માર્ટ બાઈક લઈને સિરાજ આવ્યો હતો હું પહેરેલે કપડે ઘરની બહાર નીકળીને તેની બાઈક પર બેસી જતા તે આણંદ ખાતે તેના મિત્રના ઘેર લઈ ગયો હતો અને રાત્રે તેણે જણાવેલ કે અહીં આરામ કરી લઈએ કાલે સવારે આગળ ફરવા નીકળીશું. 

રાત્રે સિરાજે જણાવેલ કે મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે ત્યારે મેં જણાવેલ કે આપણે માત્ર મિત્ર છે અને તમારા લગ્ન થઈ ગયા છે તેમ છતાં તેણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો બીજા દિવસે મેં તેણે જણાવેલ કે મારે ઘેર જવું છે તો કરજણ ચોકડી પર મૂકી જાય બાદમાં કરજણ હાઈવે પર આવ્યા પછી હું સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી અને પોલીસને સમગ્ર હકીકતની જાણ કરી હતી બાદમાં પોલીસે માતા-પિતાને પણ બોલાવ્યા હતા ઉપરોક્ત વિગતની ફરિયાદના પગલે પોલીસે સિરાઝની ધરપકડ કરી હતી.

Tags :