Gujarat

બેકાર રખડતો હોવાથી ધો. ૧૨ પાસ શખ્સ ડોક્ટર બની ગયો

By GS TEAM
21 Jun 20251 min read
બેકાર રખડતો હોવાથી ધો. ૧૨ પાસ શખ્સ ડોક્ટર બની ગયો

મેટોડા જીઆઈડીસીમાંથી નકલી ડોક્ટર ઝડપાયો

આરોપી છેલ્લાં બે વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતો હતો, રૃા. ૪૪ હજારની દવાઓ કબ્જે

રાજકોટ :  મેટોડા જીઆઈડીસીમાં એસઓજીએ દરોડો પાડી બોગસ ડોક્ટર સંજય દિનેશભાઈ ટીલાવત (ઉ.વ.૩૦, રહે. નાના સગડિયા, તા. પડધરી)ને ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે.

એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી બે વર્ષથી સર્વોદય ક્લિનિકના નામે એલોપથીની પ્રેકિટ્સ કરતો હતો. તેની હોસ્પિટલમાંથી રૃા. ૪૪ હજારની એલોપથીની દવાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપી ધો. ૧૨ પાસ છે અને અગાઉ ક્યા ડોક્ટર પાસે અનુભવ લઇ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૃ કરી દીધી તે બાબતે કંઇ બોલતો નથી. આ આરોપીએ એટલું જરૃર કહ્યું છે કે તેની પાસે કોઇ કામધંધો ન હતો. જેને કારણે ઘણા સમયથી બેકાર હતો. પરિણામે તેણે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૃ કરી દીધી હતી. તે જે વિસ્તારમાં પ્રેક્ટિસ કરતો ત્યાં મુખ્યત્વે શ્રમિકો રહે છે.

ઉલ્લેખનીય છે કે એસઓજીએ થોડા દિવસ પહેલા પણ એક નકલી અને એક બીએચએમએસ તબીબને એલોપથીની પ્રેક્ટિસ કરતાં ઝડપી લીધા હતા.