Get The App

વડોદરાના કારેલીબાગ જતા કાસમ આલા રોડ પર 12 ફૂટના મગરે મધરાતે બ્રિજ પર અડીંગો જમાવ્યો

Updated: Jan 30th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના કારેલીબાગ જતા કાસમ આલા રોડ પર 12 ફૂટના મગરે મધરાતે બ્રિજ પર અડીંગો જમાવ્યો 1 - image

Vadodara Crocodile Rescue : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગઈ મધરાતે એક મહાકાય મગર રોડ પર આવી જતા તેનું રેસ્ક્યુ કરતા નાકેદમ આવી ગયો હતો. 

ભૂતડી ઝાંપાથી કારેલીબાગ જવાના માર્ગ પર કાસમ આલા બ્રિજ ઉપર ગઈ મધરાતે 10 થી 12 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. મગર સોસાયટી તરફ જતો હતો તે દરમિયાન કોઈની નજર પડી જતા લોકો ભેગા થઈ ગયા હતા. 

વડોદરાના કારેલીબાગ જતા કાસમ આલા રોડ પર 12 ફૂટના મગરે મધરાતે બ્રિજ પર અડીંગો જમાવ્યો 2 - image

લોકોને જોઈ મગર ફરીથી બ્રિજ પર આવી ગયો હતો. જે દરમિયાન જીવ દયા સંસ્થાના હેમંત વઢવાણા તેમની ટીમ સાથે આવી જતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટની ટીમ પણ આવી જતા તેમને સોંપી દેવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ લગ્ન પ્રસંગ દરમિયાન મંડપ પાસે 13 ફૂટનો એક મગર આવી ગયો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.