Get The App

આણંદ જિલ્લામાં 259 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 997 મતપેટીઓ તૈયાર કરાઇ

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ જિલ્લામાં 259 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 997 મતપેટીઓ તૈયાર કરાઇ 1 - image


- ચાલુ મહિનાના અંતમાં ચૂંટણીનું જાહેરનામુ જાહેર થાય તેવી સંભાવના

- જિલ્લામાં સરપંચ પદ માટેની બેઠકોની ફાળવણી સાથેનું રોસ્ટર જાહેર, ચૂંટણી માટે ૩ હજારથી વધુ પોલિંગ સ્ટાફની નિમણુંક, જિલ્લામાં દાવેદારોની દોડધામ

આણંદ : આણંદ જિલ્લાની ૨૫૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટાચૂંટણી જૂનના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. પંચાયતની ચૂંટણી યોજવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. આ ચૂંટણી માટે ૯૯૭ મતપેટીઓ તૈયાર કરાઇ છે અને ૩ હજારથી વધુ પોલિંગ સ્ટાફની પણ નિમણુંક કરાઇ છે. જયારે સ્થાનિક ચૂંટણી આયોગ દ્વારા વોર્ડવાઇઝ ફોટોવાળી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્વિ બાદ તા.૧૬ મે ના રોજ તમામ વાંધા -સૂચનોનો નિકાલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. બીજી તરફ જિલ્લામાં પંચાયતની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની દોડધામ પણ શરૂ થઈ ગઈ છે. 

આણંદ જિલ્લાના તાલુકાના મામલતદારોને ૨૫૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આખરી મતદાર યાદી ચૂંટણી આયોગ દ્વારા પ્રસિદ્વ કરવાની સૂચના આપવામાં આવશે. મે મહિનાના અંતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ જાહેર થાય તેવી સંભાવના છે અન મતદાન જૂન મહિનાના બીજા સપ્તાહમાં યોજાઇ શકે છે.આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોનું ચૂંટણી યોજવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં ૧૫૯ ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન છે અને ૧૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વોર્ડ સભ્યો અને પેટાચૂંટણી યોજાશે.  રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર, વહીવટદારોના નેજા હેઠળ ચાલતી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનું લેખિત ફરમાન થતા આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચની બેઠકોની ફાળવણી સાથેનું જાહેરનામું બહાર પડાયું છે. જેમાં અનુસૂચિત જાતિ, બક્ષીપંચ, મહિલા અનામત તેમજ સામાન્ય બેઠકોનો સમાવેશ થાય છે.આ જાહેરનામુ બહાર પડતા જ રાજકીય માહોલ ગરમાયો છે. 

સરપંચોની તાલુકા અને જિલ્લા પંચયાતોની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા 

આણંદ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નવેમ્બર બાદ આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણીઓના લિટમસ ટેસ્ટ સમાન ગણવામાં આવી રહી છે. પંચાયતની ચૂંટણીઓમાં જીતેલા સરપંચોની ભૂમિકાઓ ખાસ મહત્વની બની જતી હોય છે. ત્યાંના પરિણામોના આધારે જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સમીકરણોની ગોઠવણી કરવામાં આવતી હોય છે. 

ચૂંટણી યોજવા માટે વિવિધ પ્રક્રિયા માટે આયોજનો શરૂ કરાયા 

ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીના સંદર્ભે બેલેટ પેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નકકી કરવા, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર સામગ્રી, સ્ટેશનરી, સાહિત્યની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી નકકી કરવા, મતદાર યાદીના છાપકામ માટે એજન્સી નકકી કરવા, સ્ટ્રોંગરુમ અને કાઉન્ટીંગ હોલ તૈયાર કરવા, પોલીગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવો, આચારસંહિતાના અમલ માટે સમિતિની રચના, નોડલ અધિકારીઓની નિમણૂંક સહિતની ચૂંટણીલક્ષી તમામ કામગીરી હાથ ધરવા અને તેની અમલવારીની વિગતો માટે આયોજન થઈ ગયું છે.   

જિલ્લામાં કઇ પંચાયતોમાં વહિવટદાર શાસન 

તાલુકો

ગ્રામ પંચાયત

ક્યારે મુદ્દત પૂર્ણ થઇ 

આણંદ

૧૭

એપ્રિલ-૨૦૨૨

ઉમરેઠ

૧૨

મે-૨૦૨૨

બોરસદ

૨૩

ફેબુ્રઆરી ૨૦૨૩

આંકલવ

૧૯

ફેબુ્રઆરી ૨૦૨૩

પેટલા

૩૩

ફેબુ્રઆરી ૨૦૨૩

સોજિત્રા

૧૬

ફ્રેબુઆરી ૨૦૨૩

ખંભાત

૨૦

ફેબુ્રઆરી ૨૦૨૩

તારાપુર

૧૯

ફેબુ્રઆરી ૨૦૨૩ 

Tags :