Get The App

વડોદરા પાસે ૯૫૫ વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

શહેર-જિલ્લામાં ૧૫૦થી ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતા અડધો ડઝન વૃક્ષો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા પાસે ૯૫૫ વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ 1 - image

વડોદરા, તા.૪ ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્મારકોનું ઘર ઉપરાંત 'વડનું ઉદર' નામથી જાણીતા વડોદરા શહેરમાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલ આશરે ૯૫૫ વર્ષ જુના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે. 

વડોદરા શહેરથી આશરે ૧૫ કિલોમીટર દુર ગણપતપૂરા ગામમાં મૂળ વિદેશનું બાઓબાબ વૃક્ષ મૂળ આફ્રિકામાં જોવા મળતું  વૃક્ષ છે. ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વન વિભાગ દ્વારા 'હેરિટેજ વૃક્ષ' તરીકે વર્ષ-૨૦૧૪માં સૂચિત કરવામાં આવ્યું છે. ઊંધું વૃક્ષ તરીકે ઓળખાતા આ બાઓબાબ વૃક્ષ લાંબા સમય સુધી જીવતા પાનખર વૃક્ષો છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનંે અને ૨૪૫૦ વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે.  

ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં હજારથી પણ વધુ વૃક્ષો જોવા મળે છે.  બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખુબજ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે. ગણપતપુરા ગામમાં પ્રકૃતિની વચ્ચોવચ આવેલ મહાવૃક્ષનો ઘેરાવો લગભગ ૯૦ ફૂટનો છે. તેમાં લગભગ ૫૦ હજાર લીટર પાણી સંગ્રહિત ક્ષમતા છે. અને આ વૃક્ષના મૂળ આજુ બાજુના ગામ સુધી પ્રસરેલા છે. 

વડોદરા શહેર અને જિલ્લામાં ૧૫૦-૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતા આશરે ૬ વૃક્ષો છે. આ વૃક્ષો માત્ર એક પ્રાકૃતિક સ્મારક જ નથી, પરંતુ પાણીના સંગ્રહથી લઈને જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભો પૂરા પાડે છે. 



Tags :