Gujarat

જીકાસમાં સ્નાતકના પ્રથમ તબક્કામાં ૯૫૧૫ પ્રવેશ કન્ફર્મ

By GS TEAM
16 Jun 20251 min read
જીકાસમાં સ્નાતકના પ્રથમ તબક્કામાં ૯૫૧૫ પ્રવેશ કન્ફર્મ

વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રથમ તબક્કામાં ૯૫૧૫ એડમિશન કન્ફર્મ થઈ ચૂક્યા છે. 

અગાઉ જીકાસ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સૂચના અપાઈ હતી કે ઓફલાઈન એડમિશન કોઈને આપી નહીં શકાય.

જીકાસ પોર્ટલ ઉપર ૨.૧૦ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી ૧.૧૩ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જોકે જીકાસ પર ફોર્મ ના ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળી જાય તેની ખાસ તકેદારી રાખવા યુનિ. ફેકલ્ટી ડિન્સને તાકીદ કરાઈ હતી.

રાજ્યની ૧૩ યુનિ.માં જીકાસ હેઠળ ૧.૨૬ લાખ વિદ્યાર્થીઓના એડમિશન તા. ૧૨ સુધી કન્ફર્મ થઈ ચૂક્યા હતા. એમ.એસ.માં આમ તો વિદ્યાર્થીઓની સંખ્યા તમામ ફેકલ્ટી મળીને ૧૫ થી ૧૭ હજાર જેટલી છે.