ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ

- દારૂ, કાર સહિત રૂ. 39 હજારનો મુદામાલ જપ્ત
- દારૂના જથ્થા સાથે ખારાઘોડાનો શખ્સ ઝડપાયો, 2 શખ્સ સામે પોલીસ ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની ૯૫ ઝડપાઇ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દારૂના જથ્થા સાથે ખારાઘોડાનો શખ્સ ઝડપાયો, બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી દારૂ, કાર સહિત રૂ.૩૯ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
માલવણ તરફથી એક કારમાં ઈંગ્લીશ દારૂ ભરી ધ્રાંગધ્રા તરફ આવતી હોવાની બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દુદાપર ગામની ચોકડી નજીક બાતમી વાળી કાર નીકળતા અટકાવી તપાસ કરી હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂની ૯૫ બોટલ (કિં.રૂ.૯૫૦૦) સાથે કાર ચાલક સિરાજભાઈ ભાણજી ખાન જત મલેક (રહે. ખારાઘોડા)ને ઝડપી પાડયો હતો. પોલીસે કાર (કિં.રૂ.૩૦,૦૦૦ સહિત કુલ રૂ. ૩૯,૫૦૦નો મુદામાલ જપ્ત કરી શખ્સની પૂછપરછ કરતા દારૂનો જથ્થો દૂદાપર રહેતા જીતુભાઈ મનસુખભાઇ વોરાએ મંગાવેલ હોવાનું જણાવતા પોલીસે બંને વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

