શહેર-જિલ્લામાં જુગારના 19 બનાવોમાં 94 જુગારી ઝડપાયા
- ભીમ અગિયારસના દિવસે ચાલતી જુગારની બાજી પર દરોડા
- શહેરના બોરતળાવ તથા જિલ્લાના ગારિયાધાર, જેસર, મહુવા, પાલિતાણા, સિહોર પોલીસ મથકમાં ગુના નોંધાયા
જુગારના બનાવોની મળતી વિગતો પ્રમાણે શહેરના ચિત્રા વિસ્તારમાં જુગાર રમતા મહેશ ખોડુ મકવાણા, અલ્પેશ ઈશ્વર કવા અને વિરભદ્રસિંહ રાજેન્દ્રસિંહ વાળાને રૂ.૪૨૨૦ સાથે બોરતળાવ પોલીસે ઝડપી ગુનો નોંધ્યો હતો. જિલ્લાના મહુવાના કરમદીયા ગામે જુગાર રમતા જીજ્ઞોશ ઓધડ ચાવડા, કિશન શંભુ મકવાણા, પ્રવિણ મંગા ચાવડા, અજય ઓધડ ચાવડા, ભોળા પુના માલમ, હસમુખ ઘુસા જાદવ, હમલુ લખમણ ગોહિલને ૧૧,૩૨૦ના મુદ્દામાલ સાથે બગદાણા પોલીસે, ગારિયાધારના માનગઢ ગામે જુગાર રમતા દિપક રવિશંકર ભટ્ટ, કિશોર રાણા મકવાણા, મહેશ અરવિંદ દુધરેજીયા, ગોરધન રાણા મકવાણા અને હંસરાજ પરશોત્તમ જાદવને ૩૨,૯૦૦ના મુદ્દામાલ સાથે ગારિયાધાર પોલીસે, જેસરમાં જુગાર રમતા હર્ષદ જીતા યાદવ, અશોક ભીમા ચૌહાણ અને જગદીશ ગુલાબ ગોસાઈને રૂ.૧૯૭૦ના મુદ્દામાલ સાથે તથા અન્ય બનાવમાં હાર્દિક જીવરાજ પરમાર, હિતેષ ધીરૂ ચાવડા, વિશાલ બુધા ઝાલા, દીપક ઓધા ચાવડા અને મધુ ભીમજી ઝાલાને રૂ.૫૨૦૦ના મુદ્દામાલ સાથે જેસર પોલીસે, મોટા ખુટવડા ગામે જુગાર રમતા દેવાંગ ગોપાલ ગૌસ્વામી, ચિમન સવજી મેર, અકરમ ફીરોજ રાઠોડ અને પિન્ટુ ધીરૂ મેરને રૂ.૩૬૫૦ના મુદ્દામાલ સાથે ખુટવડા પોલીસે, મહુવામાં જુગારના અલગ અલગ ચાર બનાવોમાં પોલીસે અશોક માવજી શિયાળ, જસવંત રમેશ ચૌહાણ, અશોક જીવા બાંભણીયા, યોગેશ લખમણ ચૌહાણ, સંજય લાલજી બારૈયા, હરેશ રામજી બારૈયા, કમલેશ ખોડા જોળીયા, સુરેશ પ્રાગજી શિયાળને તથા નરશી છગન સાંખટ, ગોપાલ બાબુ ભાલિયા, રાજુ ગોબર શિયાળ, મેહુલ જેન્તી જોળીયાને તથા જીતુ ગોબર મકવાણા, વિશાલ કાળુ શિયાળ, વિજય કનુ ચૌહાણ, ગોપાલ મનુ ગુજરીયાને તથા ચકુર નાનજી ભીલ, ભરત અરજણ શિયાળ, ભરત બાબુ વાળા, અશોક મોહન સાંખટને કુલ રૂ.૨૮,૨૯૦ના મુદ્દામાલ સાથે, મહુવાના મોટા જાદરા ગામે જુગાર રમતા સોહિલ હારૂન લોધા, સોયબ હારૂન લોધા, ઈનાયત અબ્દુલ કાચલિયા, વેરશી વીસા ઘાંઘળ, સુમિત માવજી વાળા, પંકજ કેસા સોલંકી, મેહુલ બાબુ દવેરા, સોહિત રજાક મઢાઈ અને અરબાજ મુન્ના મઢાઈને રૂ.૧૦,૩૫૦ના મુદ્દામાલા સાથે મહુવા ગ્રામ્યા પોલસે ઝડપી લીધા હતા. ઉપરાંત પાલિતાણાના નાની પાણિયાળી ગામે જુગાર રમતા જયસુખ બાઘા પરમાર, જગદીશ કલા પરમાર અને સુરેશ ધરમશી રાઠોડને તથા અન્ય બનાવમાં પ્રવિણ બાઘા પરમાર, અજય ભરત પરમાર અને વિનુ દામજી વાઘેલાને પાલિતાણા ગ્રામ્ય પોલીસે ઝડપ્યા હતા. સિહોરના રાજપરા ગામે જુગાર રમતા શરદ બટુક રાઠોડ, રવિ બટુક બારૈયા, રણછોડ ભુપત બારૈયા, ઈશ્વર દુદા ચૌહાણ, દિનેશ બાબુ ચૌહાણ અને ધીરૂ નાગજી મકવાણાને તથા સિહોરમાં જુગાર રમતા રામ ભરત ખોખર, દિપક શાંતિ ખોખર, રવિ ઘુઘા પરમાર અને લાલા સુખા ચૌહાણને સિહોર પોલીસે ઝડપ્યા હતા. સિહોરના ઝરીયા ગામે જુગાર રમતા જગદીશ પોપટ મકવાણા, શૈલેષ અશોક જાદવ, પરેશ કાનજી જાદવ, લાલજી દામજી જાદવ, વિક્રમ ભરત જાદવ, જયરાજ જગદીશ મકવાણા અને રમેશ ખીમજી માથાસુળીયાને સોનગઢ પોલીસે રૂ.૧૧,૮૦૦ના મુદ્દામાલ સાથે, ઉમરાળાના રંઘોળા ગામે ધીરૂ પોપટ હાહડ, વાલજી લાભુ ચૌહાણ, પ્રવિણ મનજી હાહડ, હિતેશ બુધા ચૌહાણ, કિસ્મત શાંતિ સોલંકી, સુનિલ ભુપત મકવાણા, દિનેશ ગીધા શેખલીયાને રૂ.૧૨,૩૬૦ના મુદ્દામાલ સાથે તથા અન્ય બનાવમાં ઘનશ્યામ ધના ચાવડા, જેસિંગ રણછોડ પરમાર, મુકેશ ગોવિંદ પરમાર, જગદીશ મનજી મકવાણાને રૂ.૧૦,૧૦૦ના મુદ્દામાલ સાથે ઉમરાળા પોલીસે, જ્યારે વલ્લભીપુરના પાટણા ગામે જુગાર રમતા વિપુલ રાઘવ સતાણી, મહેશ બુધા લીંબડીયા, ચેતન કાળુ સોરઠીયાને રૂ.૧૦,૦૬૦ના મુદ્દામાલ સાથે વલ્લભીપુર પોલીસે ઝડપી લીધાં હતા.