Get The App

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં 1 - image

Baroda Cricket Association Election : આગામી તા. 15 ફેબ્રુઆરીના રોજ યોજનારી બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની ચૂંટણી પ્રક્રિયામાં ગઈકાલે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પ્રેસિડેન્ટ માટે સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે તથા વાઇસ પ્રેસિડેન્ટ માટે રિવાઇવલ અને રોયલ જૂથ વચ્ચે સીધી ટક્કર થશે.  

ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે પ્રેસિડેન્ટ-4, વાઇસ પ્રેસિડન્ટ-6, સેક્રેટરી-4, જોઈન્ટ સિક્રેટરી-2 અને ટ્રેઝરર-6 મળી કુલ-22 તથા અપેક્ષ કાઉન્સિલ મેમ્બર-18, ફાઇનાન્સ કમિટી-18, પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી-14 અને ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી-22 મળી કુલ 72 ફોર્મ પરત ખેંચાયા હતા. આમ આજે કુલ 94 ફોર્મ પરત ખેંચાયા છે.

 જ્યારે એપેક્ષ કાઉન્સિલ મેમ્બર-5 બેઠકો માટે 10 ઉમેદવાર, ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી-7 બેઠકો માટે 14 ઉમેદવાર, પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી-7 બેઠકો માટે 15 ઉમેદવાર અને ફાઇનાન્સ કમિટી-7 બેઠકો માટે 14 ઉમેદવાર મેદાનમાં છે.

 આ અંગે ચૂંટણી ઓફિસર આઈ.આઈ.પંડ્યાએ સ્પષ્ટતા કરી હતી કે, બીસીએની ચૂંટણીમાં 702 ફોર્મના ઉપાડ સામે 165 ફોર્મ જમા થયા હતા. જેમાં ચકાસણી દરમિયાન 8 ફોર્મ રદ્દ કરાયા હતા. આજે 94 ફોર્મ પરત ખેંચાયા છે. પ્રેસ અને પબ્લિસિટી કમિટી પર 7 બેઠકોની સામે 15 ઉમેદવારો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બીસીએ ઓફિસથી ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરાશે.

પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય પાંચ હોદ્દાઓ પર આ ઉમેદવારો વચ્ચે ટક્કર

-પ્રેસિડેન્ટ-કિરણ મોરે (રિવાઇવલ)/ડો.દર્શનબેંકર (સત્યમેવ જયતે)

-વાઇસ પ્રેસિડેન્ટ-અક્ષત પટેલ (રિવાઇવલ)/ચિરાયુસ પટેલ (રોયલ)-સેક્રેટરી અમૂલ જીકાર (રિવાઇવલ) / અનંત ઇન્દુલકર (રોયલ) 

-જોઈન્ટ સેક્રેટરી જતીન વકીલ (સત્યમેવ જયતે) / મિનેશ પટેલ (રિવાઇવલ)

-ટ્રેઝરર - અમર પેટીવાલે  (રોયલ)/ સંતોષ જેજુરકર (રિવાઇવલ)

રોયલ અને સત્યમેવ જયતે જૂથ વચ્ચે ગઠબંધનની પ્રબળ શકયતા

બીસીએની ચૂંટણી માટે સત્તાધારી તથા હરીફ પક્ષો સભ્યોને પોતાની તરફ ખેંચવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. અનૌપચારિક બેઠકોથી લઈ બંધ દરવાજા પાછળ બેઠક યોજાઈ રહી છે, જેમાં પદોની વહેંચણી, સમર્થન અને ભવિષ્યની કાર્યયોજનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ વખતે રિવાઇવલ જૂથને પછાડવા રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. આજે આ અંગે વિધિવત જાહેરાત થાય તો નવાઈ નહીં.