Get The App

રાજકોટની શરમજનક ઘટના : ફૂલ જેવી બાળાના શરીર સાથે 92 વર્ષના નરાધમ વયોવૃધ્ધે કર્યા અડપલાં

Updated: Oct 26th, 2024

GS TEAM


Google News
Google News
રાજકોટની શરમજનક ઘટના : ફૂલ જેવી બાળાના શરીર સાથે 92 વર્ષના નરાધમ વયોવૃધ્ધે કર્યા અડપલાં 1 - image


રાજકોટના રેલનગરમાં બનેલી ચોંકાવનારી ઘટના પ્ર.નગર પોલીસે આરોપીની ધરપકડ કરી : કોર્ટમાં જતી વખતે આરોપીએ પોલીસને કહ્યું આ મારી છેલ્લી યાત્રા છે

રાજકોટ, : સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય તેવી વધુ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં 92 વર્ષના વયોવૃદ્ધે માત્ર 3 વર્ષ અને 11 માસની  કૂમળી અને ફૂલ જેવી બાળાની જાતિય સતામણી કરી હતી. જે અંગે બાળાએ તેની માતાને ઈશારાથી જાણ કરી હતી. પરંતુ માતાને ભરોસો નહીં થતાં સીસીટીવી કેમેરા જોવડાવ્યા હતા. જેમાં નરાધમ વૃદ્ધની કરતૂતો કેદ થઈ ગઈ હતી.  જેના આધારે ગઈકાલે રાત્રે બાળાના પરિવારજનોએ પ્ર.નગરના પીઆઈ બી.એમ. ઝણકાટનો સંપર્ક કરી આપવીતિ કહી હતી. જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તત્કાળ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી નવલશંકર કલ્યાણજીભાઈ દેસાઈ (ઉ.વ. 92)ની ધરપકડ કરી હતી.  તપાસના અંતે તેને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે થયા હતા. તે પહેલાં આરોપીએ પોલીસને કહ્યું કે હું મારી છેલ્લી યાત્રા પર જાવ છું. 

આરોપી નવલશંકર રેલનગર વિસ્તારમાં રહે છે, ગઈકાલે સાંજે તેણે ભોગ બનનાર બાળા સાથે અડપલા કર્યા હતા. જોકે તે અંગે સંભવતઃ ભોગ બનનાર બાળાને જાણ પણ થઈ ન હતી. થોડી વાર બાદ ફરીથી તેના ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલા કર્યા હતા. આ વખતે ભોગ બનનાર બાળાને ન ગમ્યુ હોય કે પછી દુઃખાવો થયો હોય તેમ તેણે ઘરે જઈ માતાને ઈશારાથી જાણ કરી હતી. પરંતુ માતાને આટલા વયોવૃદ્ધ આ પ્રકારનું કૃત્ય કરે કે કેમ તે બાબતે શંકા ગઈ હતી.  જેનું સમાધાન કરવા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમા આરોપી નવલશંકરના કરતૂતો કેદ થઈ ગયેલા મળ્યા હતા. તેણે એક વખત નહીં પરંતુ બે-બે વખત બાળાના શરીર સાથે અડપલા કર્યાની માહિતી મળી હતી. આખરે પરિવારે ફરિયાદ  નોંધાવવાનો નિર્ણય લઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.  પોલીસે આરોપી નવલશંકરે આ પહેલાં પણ ભોગ બનનાર બાળાના શરીર સાથે અડપલા કર્યાની શંકા દર્શાવી છે.

Tags :