mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સૌરાષ્ટ્રમાં માસિક 9172 જ્યારે રાજ્યમાં 65111 MCFT પાણીનો વપરાશ

Updated: Feb 12th, 2024

સૌરાષ્ટ્રમાં માસિક 9172 જ્યારે રાજ્યમાં 65111 MCFT પાણીનો વપરાશ 1 - image


શિયાળામાં જ સૌરાષ્ટ્રના જળાશયો 56, કચ્છના 58 ટકા ખાલી  : ગત વર્ષની સાપેક્ષે સૌરાષ્ટ્ર, કચ્છ,  ઉત્તર ગુજરાતમાં જળસંગ્રહ ઓછો પણ  મધ્ય ગુજરાતના ડેમો અને નર્મદા ડેમાં સારો સંગ્રહ : 3 માસમાં સૌરાષ્ટ્રમાં 30  ટકા, કચ્છમાં 28 ટકા,ઉત્તર ગુજરાતમાં  26 ટકા અને સરદાર સરોવરમાં 24.4 ટકા જળસંગ્રહ ઘટાડો થયો

રાજકોટ, : શિયાળો આ વર્ષે બહુ ઠંડો રહ્યો નથી અને જળમાંગમાં ખાસ ઘટાડો નથી થયો ત્યારે ઉનાળામાં જળમાંગ વધવાની શક્યતા વચ્ચે તા. 12-11-2023થી આજે તા.12-2-2024 સુધીના 3 માસમાં ગુજરાતના  તમામ 207 જળાશયોમાં જળસંગ્રહમાં 22 ટકાનો એટલે કે 1,95,333 એમ.સી.એફટી.નો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 27,517 એમ.સી.એફટી.નો ઘટાડો નોંધાયો છે. એટલે કે સૌરાષ્ટ્રમાં માસિક 9172 સહિત રાજ્યમાં એકંદરે દર મહિને 65,111 એમ.સી.એફટી. પાણી જળાશયોમાંથી વપરાયું છે. 

રાજ્યમાં શિયાળો શરૂ થયો તે પહેલા ત્રણ માસ પહેલા રાજ્યના સરદાર સરોવરમાં 3,30,4440 (ંસંગ્રહક્ષમતાના આશરે 99 ટકા ) સહિત રાજ્યમાં કૂલ 821,088 એમ.સી.એફટી.નો જળસંગ્રહ હતો. આજે સરદાર સરોવરમાં 24.40 ટકાના ઘટાડા સાથે હાલ સંગ્રહક્ષમતાના 74.51 ટકા એટલે કે 2,48,916 એમ.સી.અફટી. અને રાજ્યમાં નર્મદા ડેમ સહિત કૂલ સંગ્રહ 22 ટકા ઘટીને હાલ 70.14 ટકા થયો છે અને હાલ તમામ જળાશયોમાં કૂલ 6,25,754 એમ.સી.એફટી. પાણી છે.

પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સંગ્રહિત જળમાં ઘટાડાનો દર ઝડપી છે. ઉત્તર ગુજરાતમાં જળસંગ્રહ 77.43 ટકામાં 26.20 ટકાના ઘટાડા બાદ આજે 51.23 ટકા, સૌરાષ્ટ્રમાં 74.41 ટકાનો જળસંગ્રહ ઘટીને હવે 44.51 ટકા એટલે કે 30.30 ટકાનો ઘટાડો થયો છે તો કચ્છના 20 ડેમોમાં જળસંગ્રહ 70.09 ટકાથી ઘટીને 42.13 ટકા એટલે કે આશરે 28 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રને પાણી પૂરૂં પાડતા નર્મદા ડેમમાં 24.40 ટકાનો જળસંગ્રહ ઘટાડો નોંધાયો છે. 

એકંદરે આજની સ્થિતિએ સૌરાષ્ટ્રના જળાશયો 56 ટકા અને કચ્છના 58 ટકા ખાલી છે. ઉલ્લેખનીય છે કે જળાશયોમાં પાણીનું લેવલ જ્યારે નીચે ઉતરે ત્યારે તેમાંથી ઉપાડ ઘટી જતો હોય છે. જો કે ગત વર્ષની સાપેક્ષે તુલના કરતા સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનું સ્ટોરેજ ઓછું છે જ્યારે મધ્ય ગુજરાતમાં 13,000 એમ.સી.એફટી. વધારે સ્ટોરેજ છે.એકંદરે રાજ્યમાં ગત વર્ષની સાપેક્ષે 12,000 એમ.સી.એફટી.સ્ટોરેજ વધારે છે. 

Gujarat