Gujarat
થર્ટી ફર્સ્ટના દિવસે દારૃ પીને વાહન ચલાવતા ૯૧૨ ઝડપાયા
By GS TEAM
2 Jan 20261 min read

વડોદરા,વડોદરા જિલ્લા પોલીસ દ્વારાપોલીસે થર્ટી ફર્સ્ટના દિવસે ડ્રંક એન્ડ ડ્રાઇવના ૯૧૨ કેસ મળી પ્રોહિબિશનના કુલ ૨,૫૧૦ કેસ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસની ટીમ દ્વારા ૨૩ થી ૩૦ મિ ડિસેમ્બર સુધી પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઇવના ૧,૫૯૮ કેસ કરવામાં હતા. થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા ગ્રામ્યમાં અલગ - અલગ ૫૫ સ્થળે ચેકિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. તેમજ હાઇવે પર થતા અકસ્માતોમાં ઓવર સ્પિડિંગનું કારણ મુખ્ય હોય છે. પોલીસે ડિસેમ્બર મહિનામાં કુલ ૨,૮૨૨ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.









