Get The App

વડોદરા શહેર જિલ્લાની 13 આઈટીઆઈની 9180 બેઠકો માટે 6035 ફોર્મ ભરાયા

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા શહેર જિલ્લાની 13 આઈટીઆઈની 9180 બેઠકો માટે 6035 ફોર્મ ભરાયા 1 - image

વડોદરાઃ ધો.૧૦ અને ૧૨ પછીના ડિગ્રી તેમજ ડિપ્લોમા કોર્સીસમાં પ્રવેશની સાથે સાથે રાજ્યની આઈટીઆઈ(ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયુટ)માં પણ પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે.

 વ્યવસાયલક્ષી  અને સ્કિલ ડેવલપમેન્ટ માટેના શિક્ષણમાં આઈટીઆઈની ભૂમિકા મહત્વની છે.આઈટીઆઈમાં ધો.૮ અને ધો.૧૦ પછી વિવિધ સેકટરના ૩૯ કરતા વધારે ટ્રેડ કોર્સ ઓફર કરવામાં આવે છે.હાલમાં ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહીમાં વડોદરા શહેર અને જિલ્લાની ૧૩ આઈટીઆઈની ૯૧૮૦ બેઠકો માટે અત્યાર સુધીમાં ૬૦૩૫ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા છે.જ્યારે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લા તારીખ તા.૩૦ જૂન છે.એ પછી તા.૧૭ જુલાઈના રોજ પહેલા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર થશે.

પ્રવેશની કાર્યવાહી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે,  વડોદરાના દરેક તાલુકામાં એક આઈટીઆઈ છે અને આ વર્ષે તમામ બેઠકો ભરાય તે માટે સોમવારથી ગ્રામ્ય વિસ્તારોમાં અમારી ટીમના સભ્યો પ્રચાર પ્રસાર અને જાગૃતિ અભિયાન શરુ કરશે.

આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ કોર્સમાં કોમપ્યુટર, ઈલેક્ટ્રિકલ,વાયરમેન ઓટોમોબાઈલ સેકટરના ટ્રેડ કોર્સની ડિમાન્ડ વધારે છે અને પહેલા રાઉન્ડમાં જ આ બેઠકો ભરાઈ જતી હોય છે.આઈટીઆઈમાં ફી નહીંવત હોય છે અને ઉપરથી વિદ્યાર્થીઓને દર મહિને સરકાર દ્વારા ૫૦૦ રુપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.કોર્સ પૂરો થયા બાદ મોટાભાગના  વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશિપ કે નોકરી  મળી જતી હોવાથી છેલ્લા ત્રણેક વર્ષથી આઈટીઆઈમાં પ્રવેશ લેનારાની સંખ્યા વધી રહી છે.આ વર્ષે વડોદરા શહેર જિલ્લાની ૧૦૦ ટકા બેઠકો ભરાય તેવું લક્ષ્ય અમે રાખ્યું છે.

દાહોદ જિલ્લો સૌથી મોખરે

વડોદરાની સરખામણીએ મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વધારે ફોર્મ ભરાયા

વડોદરા શહેર જિલ્લાની સરખામણીએ મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આઈટીઆઈમાં ફોર્મ ભરવાનો ધસારો ઓછો છે.જેમાં દાહોદમાં સૌથી વધારે ફોર્મ ભરાયા છે.

જિલ્લો બેઠકો ફોર્મ ભરાયા

આણંદ ૪૫૨૬ ૫૦૫૩

છોટાઉદેપુર ૨૬૪૮ ૪૩૮૩

દાહોદ ૬૪૬૮ ૮૦૭૮

ખેડા ૬૫૩૨ ૫૫૩૪

મહિસાગર ૩૦૮૭ ૪૮૭૦

પંચમહા ૬૫૦૦ ૮૩૪૪

વડોદરા ૯૧૮૦ ૬૦૩૫

વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રવેશની સ્થિતિ

વર્ષ કુલ બેઠકો પ્રવેશ

૨૦૨૨ ૯૨૫૬ ૬૭૪૨

૨૦૨૩ ૯૪૦૦ ૮૧૩૩

૨૦૨૪ ૮૭૯૨ ૭૪૮૫

Tags :