Get The App

ભ્રષ્ટાચારની શંકા સાથે 900 કરોડના કચરાનાં કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ભ્રષ્ટાચારની શંકા સાથે 900 કરોડના  કચરાનાં કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ 1 - image


જામનગરમાં કચરાના ટેન્ડર મુદ્દે વિરોધ પ્રદર્શન સાથે વિજિલન્સ તપાસની માંગ અગાઉ મ્યુ. કમિશ્નર દ્વારા 473 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું હવે રૂા. 900 કરોડનું ટેન્ડર 10 વર્ષ માટે પ્રસિધ્ધ કરાતાં વિવાદ

જામનગર, : ભાજપના લગત કોન્ટ્રાક્ટરને કમાવી દેવા માટે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કચરા માટે 10 વર્ષનો રૂ. 900 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાત સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થતા કોંગ્રેસ દ્વારા આજે સ્ટેન્ડીંગ કમિટી પાસે ધરણાં-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે આખરે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જામનગરમાંથી કચરો ઉપાડવા માટે 10 વર્ષનું રૂ. 900 કરોડનું ટેન્ડર બહાર પાડવાની દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત રદ્ કરવી જોઈએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ધરણાં-વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કચરાની કમાણી શેમાં સમાણી ? ભ્રષ્ટાચારી ભાજપ જેવા સ્લોગન લખેલ  પાટિયા પણ આંદોલનકારીઓ દ્વારા દર્શાવાયા હતાં.

હકીકતે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય શકે નહીં. અઢી વર્ષ માટેનો જ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. જો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો આવનાર દિવસોમાં કર્મચારીના પગાર આપવામાં ફાંફા પડશે. વેસ્ટ ટુ એનર્જી કંપનીએ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની હતી, પરંતુ હાલ આ પ્રોજેક્ટ પણ બંધ છે. કમિશનર દ્વારા 473 કરોડનું આ બાબતનું જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે તાત્કાલિક ધોરણે રદ્ કરી દેવામાં આવ્યું હતું. આ પછી સિધુ જ રૂ. 900 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.જે ભ્રષ્ટાચારની આશંકા દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં ભાજપના લાગતાવળગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કૌભાંડ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીની પણ સંડોવણી છે. આ સમગ્ર પ્રકરણની વીજીલન્સ તપાસ પણ કરવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવતા. આખરે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.

Tags :