Gujarat
૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ,કફ-શરદીના ૫૦ હજાર કેસ નોંધાયા
By GS TEAM
25 Mar 20261 min read

અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2026
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૯૦ અર્બન
હેલ્થસેન્ટરમાં વર્ષ-૨૦૨૫ના એક વર્ષમાં તાવના ૧.૩૫ લાખ તથા કફ-શરદીના ૫૦૪૭૭,ડાયેરીયાના ૩૬૧૩
કેસ મળી ઓ.પી.ડી.માં વીસ લાખથી વધુ
દર્દીઓને સારવાર અપાઈ હતી. વર્ષ-૨૦૨૬ના બે મહિનામા તાવના ૧૧ હજારથી વધુ દર્દીઓને
સારવાર આપવામા આવી હતી.
શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં
પ્રાથમિક આરોગ્યલક્ષી નિદાન અને સારવાર કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામા આવે
છે.દરિયાપુરના નિરવબક્ષીને સંકલન વિભાગ તરફથી આપવામા આવેલી માહિતી મુજબ,વર્ષ-૨૦૨૬ના
આરંભના બે મહિનાના સમયમાં જ આ તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧.૭૫ લાખ આઉટડોર પેશન્ટ
નોંધાયા હતા.જેમાં તાવના ૧૧૭૭૪,
કફ-શરદીના ૪૬૨૨, ડાયેરીયાના
૨૩૨ તેમજ અન્ય ૪૧૯૨૯ દર્દી નોંધાયા હતા.









