- 45 દિવસના લાંબા અંતર બાદ લોકલ ટ્રેનો ફરી પાટે દોડવાની હતી
- પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં અવધિ વધારાઈ
ભાવનગર : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં ચાલી રહેલું પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં પાલિતાણા, બોટાદ સહિતની નવ ટ્રેન હજુ બે દિવસ કેન્સલ રહેશે.
પિટ લાઈન નં.-૨ના રિપેરીંગ કાર્ય માટે અગાઉ ૪૫દિવસનો બ્લોક લેવાયો હતો. જેની અવધિ વધારવામાં આવતા આવતીકાલ તા.૨૬-૧ને સોમવારે ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, ભાવનગર-પાલિતાણા-ભાવનગર, ભાવનગર-બોટાદ, ભાવનગર-બોટાદ-ભાવનગર, ધોળા-મહુવા પેસેન્જર ટ્રેન અને ધોળા-ભાવનગર-ધોળા ટીઓડી સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. તેમજ ૨૭મીને મંગળવારે બોટાદ-ભાવનગર અને મહુવા-ધોળા પેસેન્જર ટ્રેન કેન્સલ રહેશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ આ તમામ લોકલ ટ્રેનો ૪૫ દિવસના લાંબા અંતર બાદ ૨૬ અને ૨૭મી જાન્યુઆરીથી ફરી પાટે દોડવાની હતી.


