mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાત યુનિર્વસિટીમાં મારામારીના કેસમાં સરકાર એક્શન મોડમાં, તપાસ માટે 9 ટીમો બનાવાઇ

ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે કુલ નવ ટીમો તપાસમાં લાગી

હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીઓની ધરપકડ

Updated: Mar 18th, 2024

ગુજરાત યુનિર્વસિટીમાં મારામારીના કેસમાં સરકાર એક્શન મોડમાં, તપાસ માટે 9 ટીમો બનાવાઇ 1 - image


Gujarat University Case: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી મામલે ગુજરાત સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થયું હોવાના કારણે વિદેશ મંત્રાલય પણ સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. રવિવારે વિદેશમંત્રાલયના પ્રવક્તા દ્વારા આ મુદ્દે નિવેદન પણ આપવામાં આવ્યું હતું ત્યારે ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે કુલ નવ ટીમો તપાસમાં લાગી છે. 

હવે 9 ટીમો કરશે તપાસ 

અમદાવાદ પોલીસ દ્વારા હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે હવે સંપૂર્ણ તપાસ માટે સરકારે નવ ટીમોનું ગઠન કર્યું છે. આ વિશેષ ટીમો JCP ક્રાઇમ હેઠળ તપાસ કરશે તથા વાયરલ વીડિયો અંગે પણ તપાસ કરવામાં આવશે. 

શું છે સમગ્ર ઘટના? 

નોંધનીય છે કે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ પઢવા અંગે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં વિદેશના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના પણ થઈ છે. સમગ્ર ઘટનાના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 

વિદ્યાર્થીઓના એક જૂથનું કહેવું છે કે નમાઝ કરતાં સમયે એક ટોળું આવ્યું અને નારા લગાવીને મારામારી કરી. જ્યારે સામે પક્ષે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નમાઝ પઢવા અંગે ગાર્ડને પૂછપરછ કરવામાં આવી રહી હતી એવામાં જ એક વિદેશી વિદ્યાર્થીએ પહેલા લાફો માર્યો, જે બાદ ઘર્ષણ થયું.


Gujarat