લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા
રોકડ
સહિત રૃ.૪.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત
પાણશીણા
પોલીસ સ્ટેશન તાબાના ગામમાં લીંબડી ડીવાયએસપીની ટીમનો દરોડા
લીંબડી -
પાણશીણા પોલીસ સ્ટેશન તાબામાં આવતા જનશાળી ગામે અરજણ
રામસિંગભાઈ મકવાણા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ઢાળીયા નીચે જાહેરમાં
ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમાડી રહ્યો છે.
તેવી
બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં (૧) અરજણ
રામસિંગભાઈ મકવાણા, (૨) લખમણ સવજીભાઈ ઝાપડીયા, (૩) જગદીશ પ્રભુભાઈ મકવાણા,
(૪) અશોક અજમલભાઈ મેર (રહે.ભામસરા), (૫) ભયલાલ
ઉર્ફે ભદો કેશાભાઈ રાઠોડ (રહે.ભામસરા), (૬) વજુ કાળુભાઈ
ચૌહાણ (રહે. સરગવાળા), (૭) ધનશયામ લાખુભાઈ રાઠોડ રહે.બળોલ,
(૮) જીતેન્દ્ર ઉર્ફે જીતુ શંકરભાઈ સોલંકી, (૯)
ચંદુ મેરૃભાઈ મોરી સહિતના ઝડપી પાડયા હતાં.
પોલીસે
ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૃ.૨૫,૦૬૦, ૮-મોબાઈલ કિં.રૃ.૧૪,૦૦૦,
૧-કાર કિ.રૃ. ૩,૭૦,૦૦૦,
૨-બાઈક કિં.રૃ.૩૦,૦૦૦ મળીને કુલ રૃપિયા ૪,૩૯,૦૬૦નો મુદામાલ કબજે કરીને તમામ શખ્સો વિરૃદ્ધ
પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.