ચુડાના જોબાળામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 9 શકુની ઝડપાયા

- અષાઢથી જ શ્રાવણિયા જુગારની મોસમ ખીલી
- પોલીસે રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂા. 68,940 નો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર : શ્રાવણ મહિનાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારથી જ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર રમવાનું પુરજોશમાં શરૂ થઈ ચુક્યું છે ત્યારે સુરેન્દ્રનર એલસીબી પોલીસે ચુડા તાલુકાના જોબાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રોકડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમે ચુડા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે જોબાળા ગામે જાહેર રસ્તા પર અમુક શખ્સો જુગાર રમતા હોવાની હકિકતના આધારે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા ઘનશ્યામભાઈ કરમશીભાઈ લીંબડીયા, રાહુલભાઈ બાબુભાઈ શેખ, અશોકભાઈ તળશીભાઈ તરવાણી, ઘનશ્યામભાઈ કુબેરભાઈ શેખ, મેહુલભાઈ નટુભાઈ ધલવાણીયા, મેરૂભાઈ ભકાભાઈ પરમાર, રવિન્દ્રભાઈ જેમલભાઈ કટુડીયા, રાહુલભાઈ નટુભાઈ ધલવાણીયા અને કિશનભાઈ અજીતભાઈ પરાલીયા (તમામ રહે.જોબાળા,તા.ચુડા)ને રોકડ રૂા.૪૩,૪૪૦, ૬ નંગ મોબાઈલ કિં.રૂા.૨૫,૫૦૦ સહિત કુલ રૂા. ૬૮,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને ચુડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.








