ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે રંગમાં ભંગ પાડયો
- પોલીસે પટમાં પડેલા રોકડા રૂ. 33 હજાર કબજે લીધા
ભાવનગર : લોકલ ક્રાઈમ બ્રાન્ચે શિહોર અને ભાવનગરમાં નરોડા પાડી ૯ જુગારીઓને રૂ.૩૩ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને મળેલી બાતમીના આધારે રૂવાપરી રોડ ખેડૂત વાસ હનુમાનજીના મંદિર સામે દરોડો પાડી લાઈટના અજવાળે જુગાર રમતા રાહુલ દિનેશભાઇ વેગડ,સાકિર અબ્દુલભાઇ કુરેશી,સુરેશ ભુપતભાઈ મકવાણા,કાળુ કિશોરભાઇ વાઘેલા,સુનિલ ધનાભાઈ રાઠોડ,ભરત ઉર્ફે પારેવો જેન્તીભાઈ ડાભીને પટમાં પડેલા રોકડા રૂ.૨૧,૩૦૦ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તદુપરાંત એલસીબીએ સિહોર ગુંદાળા વસાહત પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા અક્વિન ભનુભાઇ ચૌહાણ, રાકેશ ઇશ્વરભાઇ ચૌહાણ,વિજય પરષોતમભાઇ મેરને પટમાં પડેલા રોકડા રૂ.૧૨,૪૪૦ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.