ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે
- એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનમાં દ્વિતીય શ્રેણીના અનારક્ષિત કોચ ફાળવાયા
- બાંદ્રા, મહુવા, સાબરમતી, ઓખા સહિતની ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોને મુસાફરીની મંજૂરી અપાઈ
ભાવનગર મંડળની સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં વેરાવળ-જૂનાગઢ-રાજકોટ સેક્શન સુધી, બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટમાં અમદાવાદ-સુરેન્દ્રનગર-ભાવનગર સેક્શનમાં, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસમાં અમદાવાદ-સોમનાથ-અમદાવાદ સેક્શનમાં, ભાવનગર-ઓખ એક્સપ્રેસમાં ભાવનગર-ઓખા-ભાવનગર સેક્શનમાં, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસમાં રાજકોટ-પોરબંદર-રાજકોટ, ભાવનગર-મહુવા એક્સપ્રેસમાં ભાવનગર-મહુવા-ભાવનગર અને ભાવનગર-સાબરમતી સુપરફાસ્ટ ઈન્ટરસિટીમાં ભાવનગર-સાબરમતી-ભાવનગર સેક્શનમાં એમ.એસ.ટી. (માસિક સિઝન ટિકિટ) ધારકો મુસાફરી કરી શકશે.
આ અંગે ભાવનગર ડીઆરએમ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું કે, દરરોજ ઓફિસ, વ્યવસાય, અભ્યાસ માટે રેલમાર્ગે મુસાફરી કરતા લોકો હવેથી રાહત દરે રેલયાત્રા કરી શકશે. મુસાફરોને એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની દ્વિતીય શ્રેણીના અનારક્ષિત કોચોમાં મુસાફરીની મંજૂરી અપાઈ છે. સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરી કરવા યાત્રિકોએ સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવાનો રહેશે તેમ ઉમેર્યું હતું.