Gujarat

ટ્રેક્ટર રિવર્સ લેતા સમયે ૯ મહિનાની બાળકીનું કચડાઇ જતા મોત

By GS TEAM
15 Jun 20251 min read
ટ્રેક્ટર રિવર્સ લેતા સમયે ૯ મહિનાની બાળકીનું કચડાઇ જતા મોત

 વડોદરા,રેતી ભરવા ગયેલા શ્રમજીવી પરિવારની દીકરી  પર ટ્રેક્ટર ફરી વળતા તેનું માથું છુંદાઇ જતા કમકમાટીભર્યુ મોત થયું હતું.બનાવ અંગે ગોત્રી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સરજુમી ગામના વતની રાકેશભાઇ ભૂરસીગભાઇ હઠીલા પરિવાર સાથે હાલમાં  ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ ઝુંપડામાં રહે છે.ગઇકાલે  શીવાંજલી સોસાયટીની સામે ગોકુલ ટાઉનશિપની બાજુમાં આવેલી જીજ્ઞોશભાઇ  પરમારની જગ્યા પર  તઓ પોતાનું  ટ્રેક્ટર લઇને રેતી ભરવા માટે   પત્ની સુરેખા , ભાઇ પિંકલ અને મજૂર મયૂર ગયા હતા. રાકેશભાઇ તેમની  પત્ની અને મજૂર નજીકમાં લીમડાના ઝાડની નીચે છાંયડામાં બેઠા હતા. તેમની ૯ મહિનાની  નાની દીકરી પ્રિયંકા ગોળ પૈંડાવાળી સાઇકલ લઇને રમતી હતી. રાકેશભાઇનો ભાઇ પિંકલ હઠીલા રેેતી ભરવા માટે ટ્રોલી જોડેલું ટ્રેક્ટર રિવર્સ લેતો હતો. તે દરમિયાન ત્યાં રમતી બાળકી પ્રિયંકા ટ્રેક્ટરની નીચે જતી રહી હતી. ટ્રોલીના પૈંડા બાળકીના માથા પર ફરી વળતા તેનું માથું છુંદાઇ  ગયું હતું. રાકેશે શેઠ મનિષભાઇને કોલ કરતા તેઓ આવી ગયા હતા. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનું મોત થયું હતું.