પોરબંદરમાં દૂધની ડેરીમાં ચોરી સબબ ત્રણ મહિલાઓ પકડાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદર: પોરબંદરમાં સુદામા ચોક નજીક આવેલી દુધની ડેરીમાં રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા.૭૦ હજારની મત્તાની ચોરી કરનાર ત્રણ મહિલાને સી.સી.ટી. ફૂટેજના આધારે પોલીસે પકડી લઇ તપાસ હાથ ધરી છે. દુકાનોમાં ગીરદીનો લાભ લઇ ચોરી કરતી હોવાની કબુલાત, પોલીસે સુદામા ચોક પાસેથી ઝડપી પાડી
સુદામા ચોક પાસે દૂધની ડેરીમાં બપોરના સમયે રૂા.૬૫ હજાર રોકડા અને મોબાઇલ ફોન મળી રૂા.૭૦ હજારની માલમત્તાની ચોરી થઇ હોવાની સંચાલક દિનેશભાઇ વશરામભાઇ થાનકી (રહે.છાયા વિસ્તારમાં પાટા પાસે)એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ જોતા ત્રણ મહિલા દેખાતા તપાસ આગળ ધપાવી હતી. દમિયાન મહિતી મળતાં સુદામા ચોક પાસેથી રામી અજયભાઇ સોલંકી (ઉ.વ.૨૫), શાંતી વજશીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) અને અનિતા આકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૫, રહે.ત્રણેય રાણા કંડોરણાના પુંજાપરા ધાર વિસ્તારમાં )ને પકડી પાડી તેની પાસેથી રૂા.૨૮ હજાર રોકડા કબ્જે કર્યા હતાં.
પુછપરછમાં ત્રણેય અલગ-અલગ શહેરોમાં જઇને દુકાનમાં ઘુસી ગીરદીનો લાભ લઇ દુકાનદારને વાતોમાં ઉલજાવી તેની નજર ચુકવી રોકડ રકમની ચોરી લેતી હોવાની કબુલાત આપી હતી. અગાઉ રામી અને શાંતિ વિરૂધ્ધ માધવપુર અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયા છે.









