Gujarat

પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૯ કિલો ગાંજો મળ્યો

By GS TEAM
27 Jun 20251 min read
પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૯ કિલો ગાંજો મળ્યો

વડોદરા,પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી પોલીસે ૯.૨૧૯ કિલો ગાંજો ભરેલી બેગ બિનવારસી હાલતમાં કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

૨૬ મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડે ને અનુલક્ષીને રેલવે પોલીસ દ્વારા ઉધના  રેલવે સ્ટેશનથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરવામાં આવી રહી હતી. રેલવે સ્ટાફ ચેકિંગ કરતા કરતા વડોદરા  તરફ આવી રહ્યો હતો. પોલીસને ગાર્ડ બ્રેક અને જનરલ ડબ્બાના કોરિડોરમાંથી એક ગ્રે કલરની ટ્રોલી બેગ મળી આવી હતી. બિનવારસી બેગમાં ચેક કરતા નશાકારક પદાર્થ  હોવાનું જણાઇ આવતા ટ્રેનને વડોદરા રેલવે સ્ટેશન પર ઉતારી બેગ નીચે ઉતારવામાં આવી હતી. વીડિયોગ્રાફી કરની બેગને રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. બેગમાંથી કુલ ૯.૨૧૯ કિલો ગાંજો કિંમત રૃપિયા ૯૨,૧૯૦ નો મળી આવ્યો હતો.  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ગાંજો ભરેલી બેગ બિનવારસી  હાલતમાં છોડી દેનારની શોધખોળ હાથ ધરી છે.