Gujarat

સૂત્રાપાડા-માંગરોળમાં 36 કલાકમાં 9 ઈંચ, સોમનાથ, જૂનાગઢ જિ.માં ધોધમાર

By GS TEAM
28 Sep 20252 mins read
સૂત્રાપાડા-માંગરોળમાં 36 કલાકમાં 9 ઈંચ, સોમનાથ, જૂનાગઢ જિ.માં ધોધમાર

સૌરાષ્ટ્રમાં ખાધ એક દિવસમાં સરભર, : 102 ટકા 31 ઈંચ વરસાદ  : સોમવારે ઉના, કેશોદ, માળિયા હાટીના, વેરાવળ 2 ઈંચ વરસાદઃ કમોસમી વરસાદથી મગફળી સહિતના તૈયાર કૃષિપાકોને નુક્સાન

 રાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણો દિવસોથી ઉઘાડથી ધમધમતા જનજીવન,કૃષિક્ષેત્ર અને રાજકોટ સહિતના સ્થળે નવરાત્રિ આયોજનોના ઉત્સાહ પરધોધમાર વરસાદથી ઠંડુ પાણી રેડાયું છે. અરબી સમુદ્ર ભણી જતું લો પ્રેસર સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો પરથી પસાર થતા ગત 36 કલાકમાં સૂત્રાપાડા અને માંગરોળમાં 9થી 10 ઈંચ અતિશય ભારે વરસાદ નોંધાયો છે અને આજે પણ ખાસ કરીને જુનાગઢ, સોમનાથ, પોરબંદર, અમરેલી જિલ્લામાં વરસાદનું જોર જારી રહ્યું હતું. 

જુનાગઢ જિ.ના માંગરોળમાં આજે રાત્રિ સુધીમાં વધુ 4 ઈંચ સહિત ગત સાંજથી આજ રાત્રિ સુધીમાં 9 ઈંચ, સૂત્રાપાડામાં આજે વધુ દોઢ ઈંચ સહિત 9.50 ઈંચ, આજે 2 ઈંચ સહિત ઉનામાં 6.50 ઈંચ, તાલાલા તા.માં આજે 2 ઈંચ સહિત 6 ઈંચ, તેમજ વેરાવળ-પાટણમાં 8 ઈંચ, કોડીનારમાં 6 ઈંચ, ગીરગઢડામાં આશરે 5 ઈંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો.  ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લગભગ તમામ, 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

ગત રાત્રિના ગાજવીજ સાથે વરસાદનું જોર જારી રહ્યું હતું. આજે વહેલી સવાર સુધીમાં વિસાવદર, તાલાલા, કલ્યાણપુર, ખંભાળિયા, બાબરા, બગસરા, ગીરગઢડા, અમરેલી,કેશોદ, ભાવનગરના મહુવા, ભેંસાણ વગેરે તાલુકામાં 3થી 4 ઈંચ અને ભાણવડ, કુંકાવાવ, વંથલી, ધારી, રાજુલા, જામનગર, મેંદરડા, જાફરાબાદ, માણાવદર, સાવરકુંડલા, ખાંભા, પોરબંદર, રાણાવાવ, જુનાગઢ શહેર, રાજકોટના લોધિકા, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, ચોટીલા, વગેરે વિસ્તારમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સવારથી રાત્રિ સુધીમાં કેશોદ,ઉના,કોડીનાર,કુતિયાણા,વંથલી,પોરબંદર,રાજકોટમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે અને હજુ આવતીકાલે પણ વરસાદનું એલર્ટ જારી કરાયું છે.