Get The App

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image

સુરેન્દ્રનગર-મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પરથી

રેઇડ અથવા સરપ્રાઈઝ ચેકિંગ બાદ ભૂમાફિયાઓ સામે કડક અને અસરકારક પગલા લેવામાં આવે તેવી માંગ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અચાનક દિવાળી ટાણે જ ઘોર નિંદ્રામાંથી જાગી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ થી ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ૦૯ ડમ્પરો સહિત કરોડોનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અને તેનું વહન રોકવા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર-મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ સંપતિ તેમજ રોયલ્ટી પાસ કરતા વધારે ભરેલ બ્લેક ટ્રેપ ૦૯ ઓવરલોડ ડમ્પર સહિત અંદાજે રૃ.૨.૨૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ઝડપાયેલ મુદામાલ સીઝ કરી ભૂમાફિયાઓ અને ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ખાણ ખનિજની ટીમ તહેવાર ટાણે જ ચેકિંગ હાથ ધરાતું હોવાની ચર્ચાઓ (બોક્સ)

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, થાન, વઢવાણ સહિતના તાલુકાઓમાંથી ભૂમાફિયાઓ દ્વારા બ્લેક ટ્રેપ, રેતી, સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન વર્ષોથી થતું આવે છે પરંતુ તેમ છતાંય ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ સરપ્રાઈઝ ચેકિંગ કે રેઇડ કરવામાં આવતા ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

 

ખાણ ખનીજ વિભાગની ટીમ માત્ર ચેકિંગ હાથ ધરી સંતોષ માને છે (બોક્સ)

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ કે રેઇડ કરી મુદામાલ કબજે કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર કામગીરી દર્શાવવા ખાણ ખનિજ વિભાગ રેઇડ કરતું હોય તેમ લાગી રહ્યું છે.