Get The App

લખતર નજીક પીકપમાંથી દારૃની 874 બોટલ ઝડપાઇ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
લખતર નજીક પીકપમાંથી દારૃની 874 બોટલ ઝડપાઇ 1 - image

દારૃના જથ્થા સાથે બે શખ્સની અટકાયત

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૃ, પીકઅપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો ઃ બે સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર એલસીબીએ લખતર નજીક પીકપમાંથી દારૃની ૮૭૪ બોટલ ઝડપી પાડયો છે. પોલીસે પીકઅપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક આવેલ વિઠ્ઠલગઢથી વિઠલાપરા ચેકપોસ્ટ ઉપર શંકાસ્પદ બોલેરો પીકપ કારની તલાસી લેવામાં આવી હતી ત્યારે તલાસી લેવામાં આવતા બોલેરો પીકપ કારમાં સ્ટીલ પાઇપના પીલર તથા વેલ્ડીંગની પેટીની આડમાં ગેરકાયદે રીતે ઇંગલિશ દારૃની હેરાફેરી કરવામાં આવતી હોવાનો ધડાકો થયો હતો.

અત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઇંગ્લિશ દારૃની ૮૦૨ બોટલ તથા બિયરની ૭૨ ટીન રક્ત કરવામાં આવ્યા હતા અને આ આધારે કુલ ૮,૧૦,૭૬૮નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રકાશ મોહનભાઈ (રહે.અરણાઇ, તા.સાંચોર, રાજસ્થાન) અને મનોહર સારણની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે બંને ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.