જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા
Jamnagar Gambling Raid : જામનગર શહેર જિલ્લામાં શ્રાવણીયા જુગારની મૌસમ પુર બહાર ખુલી છે. પોલીસે જુદા જુદા 10 સ્થળોએ દરોડા પડ્યા હતા. જેમાં નસીબ અજમાવતા 8 મહિલા સહિત 58 સ્ત્રી પુરુષોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબ્જે કરી છે. જ્યારે ત્રણ આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.
જામનગરના સેતાવાડ વિસ્તારમાં આવેલ ધ્રુવ ફળી શેરી નંબર 2માં જાહેરમાં જુગાર રમતા ભરત ગોવિંદભાઇ દાવડા, બિપિન રામદાસ પાલેજા, અલ્પેશ મગનલાલ પરમાર, ઈલિયાસ કુતબુદિન ભરમલ, ભનુભાઈ બાબુલાલ દાવડા, ચંદ્રેશ શાંતિલાલ બોરસરા, વિશાલ કાંતિલાલ રાઠોડ અને મહેશ જગદીશભાઈ બોરસરા સહિત આઠ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂપિયા 1,03,500ની રોકડ સહિત કુલ રૂ.3,03,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે નિલકંઠનગર શેરી નંબર ૨માં જાહેરમાં જુગાર રમતા જયરાજસિંહ નાનભા જાડેજા, વિવેક નવીનચંદ્ર મહેતા, ભાગ્યેશ કિશોરભાઈ મહેતા, ધારાબેન પવનભાઈ મહેતા, સોનલબા નાનભા જાડેજા, સાધનાબા દિલીઓસિંહ રાઠોડ અને ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ જાડેજા સહિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂ.3510 કબ્જે કર્યા હતા.
ઉપરાંત જામનગરમાં દિગ્જામ માર્ગે, વાછરડા દાદાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા નરેશ બાનાભાઈ મકવાણા, વિજય ખેતિભાઈ ઢચા અને નરેશ સામતભાઈ રોશિયાને રૂપિયા 46000ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
સિક્કા ખાતે મારુતિનગરમાં જાહેરમાં જુગાર રમતા કમલેશ રમેશભાઈ બુજડ, કેતન સુરેશભાઈ ઝાલા, ચમન દેવજીભાઈ સોલંકી, અર્જુન દેવજીભાઈ પડાયા અને ગૌતમ પીઠાભાઈ ચાવડા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી રોકડ રૂપિયા 11040 કબ્જે કર્યા છે.
કાલાવડમાં માછલડા સોસાયટીમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા મહેશ મનજીભાઈ રાઠોડ, દુદાભાઈ કુંભાભાઇ સોંદરવા અને વિપુલ તુલસીભાઈ સુંદરવાને રૂપિયા ૧,3200 ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જુગાર રમતા સાહીલભાઇ ગફારભાઇ મુલતાની, શાહબુદીન કાસમભાઇ મુલતાની, શાહરૂખભાઇ અશરફભાઇ પોપટપૌત્રા અને આરીફભાઇ ઉર્ફે તીડી અકબરભાઈ કાજીને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અઝરૂદીનભાઇ બાઉદીનભાઇ મુલતાની, મકદુમભાઇ રહીમભાઇ મુલતાની અને આદીલભાઇ ઇસ્માઇલભાઇ ફકીર નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.3730 ની રોકડ રકમ કબજે કરી હતી.
જામજોધપુર તાલુકામાં કડબાલ ગામમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા અનીલભાઇ કાનાભાઇ રાઠોડ, જીતુભાઇ બધાભાઇ રાઠોડ, રમેશભાઇ જેઠાભાઇ વિંઝુડા, રમેશભાઈ પબાભાઇ રાઠોડ, રમેશભાઇ વાલજીભાઇ રાઠોડ અને દિનેશભાઇ લાખાભાઇ વિંઝુડાને પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી રૂ.5200 ની રોકડ રકમ કબજે કરી હતી. જામજોધપુરના શેઠ વડાળા ગામમાં રહેતા યોગેશકુમાર નંદલાલ રાચ્છના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા યોગેશ ઉપરાંત કાસમભાઇ અબ્દુલભાઇ ચૌહાણ, મનિષભાઇ નારણભાઇ ધ્રાંગીયા, સરીફાબેન ઇકબાલભાઇ ઉઢેજા, જીનતબેન રફિકભાઇ ઉઢેજા, જેબુનબેન ઇસ્માઇલભાઇ રાવકરડા, સિમરનબેન હસનભાઇ ઘોઘા તથા કપિલાબેન પ્રવિણભાઇ અમ્રુતિયાને રૂ.8250 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામજોધપુરના બગધરા ગામમાં જુગાર રમી રહેલા વિકી પ્રવીણભાઈ ડાંગર, જગદીશગીરી ભાવગીરી ગૌસ્વામી, હાર્દિક પ્રવીણભાઇ ડાંગર, ઇલાબેન પરસોતમભાઇ ધોકીયા, જાગ્રુતીબેન મુકેશભાઇ પ્રેમજીભાઇ વારા, ક્રિષ્નાબેન રાજેશભાઇ બેચરભાઇ બાબરીયા, રેવંતીબેન વજુભાઇ બાબરીયાને રૂ.2530ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ધ્રોલમાં જુગાર રમી રહેલા સુગરસિંગ લખનસિંગ કુશવા, કિશનભાઇ વિરજીભાઇ વાણીયા, વિક્રમભાઇ હિરાભાઇ ચાવડા, કરશનભાઇ મનસુખભાઇ રાઠોડ, સંજય ભૂપતભાઇ રાઠોડને રૂ.12,800 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ધ્રોલના હજામચોર ગામેં જુગાર રમતા મુન્નાલાલ ભીખાભાઈ ભીમાણી, ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ છગનભાઈ ભીમાણી, લાલજીભાઈ ભવાનભાઈ ભીમાણી, ગુલાબસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને કરશનભાઈ ઉર્ફે કશુભાઈ જબરભા ભાન (ગઢવી) ની રૂ.18050 ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.
જામનગરના પોલીસ હેડકટર પાછળના તંબોલી આવાસની એક વિંગમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને જુગાર રમી રહેલા નરેન્દ્રસિંહ જસુભા જાડેજા, નિરૂભા પ્રવિણસિંહ જેઠવા, કુલદીપસિંહ હરૂભા ઝાલા, જ્યોત્સનાબેન પ્રવિણભાઇ કનખરા અને મીનાબેન વલીદાસ સોવચન સોલંકી, ફાલગુનીબેન વિકમભાઈ પરેસાને રૂ.10200 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જામજોધપુરના વાંસજાળીયા ગામે ગંજીપાનાથી જુગાર રમી રહેલા ભરતભાઇ કારાભાઇ મોરી, મુકેશભાઇ જેન્તીભાઇ મકવાણા, કીશોરભાઇ લખમણભાઇ સોલંકી ઉમેશભાઇ નથુભાઇ વૈરૂ, અજયભાઇ નટવરભાઇ સવસાણી, ચીરાગભાઈ નાગાભાઇ કરમુરને રૂ.14260 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના ધુડશીયા ગામના વડીસંગ ડેમ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા હસમુખભાઇ લાલજીભાઇ બુસા, પ્રશાંતભાઇ જેન્તીભાઇ ભંડેરી, લલીત વલ્લભભાઇ વાગડીયા, ઉપેન્દ્રભાઇ લાલજીભાઇ બુસા, વિજયભાઇ ગીરધરભાઇ વાગડીયા, જયેશભાઇ ભીખુભાઇ બુસા અને કિશોરભાઇ રામજીભાઇ ભંડેરીને પોલીસે પકડી પાડ્યા હતા. અને તેઓ પાસેથી રૂ.33350 ની રોકડ કબજે કરી હતી.