અવાવરૂં સ્થળે છુપાવેલી દારૂની 858 બોટલ, બિયરના 119 ટીન ઝબ્બે
- શહેરના રૂવા એરપોર્ટ રોડ પર પોલીસનો દરોડો
- એલસીબીએ સ્થળ પરથી દારૂ ઉપરાંત, બાઈક મળી રૂા. 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : બે બુટલેગર ફરાર
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળી હતી કે, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી (રહે.રજપુતવાડા, સુભાષનગર,ભાવનગર) તથા મેહુલ ઉર્ફે લાલો જીણાભાઇ સોલંકી (રહે.રૂવા ગામ, તા.ભાવનગર) વેચાણ અર્થે વિદેશી દારૂ-બિયરનો જથ્થો લાવ્યા છે અને હાલ તે જથ્થો શહેરના રૂવા એરપોર્ટ રોડ પર આવેલાં મણીપાર્ક સોસાયટીમાં બાવળની કાંટમાં અવાવરૂ ખુલ્લી જગ્યામાં સંતાડયો છે.બાતમીના આધઆરે ટીમે દરોડો પાડી સ્થળ પરથી દારૂની નાની-મોટી ૮૫૮ બોટલો તથા બિયર ૧૧૯ ટીન અને બે બાઈક મળી કુલ રૂા.૩,૬૦,૬૦૪નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે, સ્થળ પરબન્ને બુટલેગર મળી ન આવતાં પોલીસે બન્ને વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં પ્રોહી. એક્ટની કલમ અનવયે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.