જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાઈ પડેલા 85 વર્ષના બુઝુર્ગનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં રામકૃષ્ણ સોસાયટીમાં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા માળે રહેતા માવજીભાઈ રામજીભાઈ પીસાવડિયા નામના 85 વર્ષના બુઝુર્ગ, કે જેઓ પોતાના ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાઈ પડતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ નીપજયું છે.
જે બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ માવજીભાઈએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઇ વી.એમ. ચાવડા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક રતાંધળાપણાની અને બીપી ની બીમારીથી પીડાતા હતા અને પોતે અવારનવાર આત્મહત્યા કરી લેવી છે તેવી વાતો કરતા હતા. જે દરમિયાન તેઓનું ગઈકાલે ત્રીજા માળેથી પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.