Gujarat
સાણંદ લોક અદાલતમાં 845 કેસનો નિકાલ, કરોડોનું સેટલમેન્ટ
By GS TEAM
15 Dec 20251 min read

સાણંદ
- સાણંદ સિવિલ કોર્ટમાં શનિવારે યોજાયેલી લોક અદાલતમાં કુલ ૮૪૫ કેસનો નિકાલ કરવામાં
આવ્યો હતો. પ્રિ-લિટીગેશનના બેંક અને યુજીવીસીએલના ૧,૪૭૭ કેસમાંથી સ્થળ પર ૯૫
કેસનો ફેસલ થયો, જેમાં રૃ. ૨૫,૫૯,૫૪૬ની રિકવરી થઈ. કોર્ટમાંથી મૂકવામાં આવેલા નેગોશીએબલ, સિવિલ દાવા અને ક્રિમિનલ કેસોમાંથી ૭૫૦ કેસોનો નિકાલ કરાયો, જેમાં રૃ. ૩,૧૬,૩૬,૬૪૬નું સેટલમેન્ટ થયું હતું. એસોસિયેશનના પ્રમુખ અને વકીલોની હાજરીમાં પક્ષકારો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








