સૂઈગામના વૃદ્ધે 1971ના યુદ્ધના સંસ્મરણો વાગોળ્યાં, ગામડે ગામડે એક પોલીસ જવાન રહેતો હતો
Pakistan surrender painting (image: @ADGPI) |
1971 India-Pakistan War : જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હાલમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૂઈગામના ભરડવાના 83 વર્ષના એક વૃદ્ધે 1971માં થયેલા યુદ્ધના સમ તેમણે ભોગવેલી યાદોને તાજી કરી હતી. તેઓ તે વખતે ગામહે ગામડે જઈને રાતે ઘરોમાં દીવા નહીં કરવા લોકોને કહેવાનું કામ કરીને દેશ માટે કંઈક કરી છૂટયાનો સંતોષ મેળવતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં યુદ્ધ થયું હતું.
ત્યારબાદ હાલમાં પહલગામ આતંકી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતના સૈન્યએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને સબક શીખવાડયો છે. તેવામાં ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર સૈન્યબળોની હલચલમાં વધારો થયો છે. તેવા સમયે 1971માં થયેલા યુદ્ધના સંસ્મરણો તાજી કરીને પાકિસ્તાની સરહદે આવેલાં સૂઈગામ તાલુકાના ભરડવા ગામના વતની અને નડેશ્વરી માતાના ભગત અરજણભાઈ પટેલે (83 વર્ષ) કહ્યું હતું કે, તે સમયે ગામડે ગામડે એક પોલીસ જવાન રહેતો હતો.
શેરીએ શેરીએ જઈને તેઓ રાતે દીવા ના કરવા કહેતા હતા. લોકોમાં તે વખતે પણ ભય કે ફફડાટ ના હતો આજે પણ ભય કે ફફડાટ નથી. લોકો તે યુદ્ધના સમયે નડાબેટમાં એક હજાર સૈનિકો હતા. તેમનું જમવાનું તૈયાર હતું ને મેસેજ મળ્યો કે તરત સરહદે પહોંચી ગયા હતા.
લીંબાળા ગામના રણછોડબા પગી અને જલોયા ગામના રેવાભાઈ ઠાકોર સૈન્ય ભેગા ગયા હતા. રણછોડભા પગી પેથાપરના વતની હતા. જેથી તેઓ જાણતા હતા કે તેમના થાણા ક્યાં છે અને સૈન્યને મદદરૂપ થતાં હતા. વધુમાં તેમણે જણાવ્યું કે 1971 વખતે આપણી એસ ટી બસ થરપારકરમાં પડી રહેતી હતી. નડાબેટ સરહદે વડ, ઘેરાણું, બુદેસર ચુડિયા બેરણ, થરપારકર (નગર) જેવા ગામો આવેલા છે. જયારે કાળીપુર ડુંગર બાર ગાઉ અને છ કિલોમીટર પહોળો છે.