Gujarat

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી

By GS TEAM
27 Mar 20261 min read
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી

 વડોદરા,વડોદરા જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૮૩ પોલીસ જવાનોની એકસાથે બદલી કરવામાં આવી છે. જેમાં  એસ.ઓ.જી. અને એલ.સી.બી.ના મોટાભાગના સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૃ થતા પોલીસ જવાનોની આંતરિક બદલીઓ  પણ શરૃ થઇ છે. જિલ્લા પોલીસ તંત્રમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરતા પોલીસ જવાનોની બદલી થઇ છે. પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ જવાનો પાસે બદલીના ત્રણ ઓપ્શન પણ મંગાવવામાં આવ્યા હતા. તે પૈકી જે અનુકૂળ હોઇ તે સ્થળે તેઓની ટ્રાન્સફર કરાઇ છે.

બદલીના ઓર્ર્ડર સાથે એવી પણ સ્પષ્ટતા કરાઇ છે કે, કોઇપણ કર્મચારીની પોલીસ સ્ટેશન ખાતે ઉપયોગીતા દર્શાવીને બદલી રદ્દ કરવા કે ચાલુ રાખવા અંગેનો કોઇપણ પત્ર વ્યવહાર કર્યા સિવાય બદલીવાળી જગ્યાએ હાજર થવા તેઓને છૂટા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.