Get The App

ધો.૧૨ સાયન્સનું વડોદરા શહેર અને જિલ્લાનું ૮૨.૨૦ ટકા પરિણામ

માંજલપુર કેન્દ્રનું સૌથી વધુ ૮૬.૫૫ ટકા અને ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછું ૬૩.૭૬ ટકા પરિણામ : ગત વર્ષ કરતા પરિણામ .૩૦ ટકા ઓછું

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
ધો.૧૨ સાયન્સનું વડોદરા શહેર અને જિલ્લાનું ૮૨.૨૦ ટકા પરિણામ 1 - image

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબુ્રઆરી મહિનામાં લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેર-જિલ્લાનું ૮૨.૨૦ ટકા જેટલું પરિણામ આવ્યું છે. ગત વર્ષે પરિણામ ૮૨.૫૦ હતું. આમ ગત વર્ષની સરખામણીએ આ વખતે પરિણામ .૩૦ ટકા ઓછું આવ્યું છે. વર્ષ ૨૦૨૩માં પરિણામ ૬૫.૩૪ ટકા આવ્યું હતું.

વડોદરા શહેર-જિલ્લામાંથી ૫૮૯૨ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓમાંથી ૪૮૪૩ પરીક્ષામાં પાસ થયા છે. ૧૦૬૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં ૧૦ કેન્દ્રો પર ધો.૧૨ સાયન્સની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ડભોઇ, માંડવી, સયાજીગંજ, ફતેગંજ, અટલાદરા, ઇન્દ્રપુરી, રાવપુરા, સમા, માંજલપુર અને પાદરાનો સમાવેશ થતો હતો. 

વડોદરા શહેર-જિલ્લાના દશ કેન્દ્રો પૈકી સૌથી વધારે ૮૬.૫૫ ટકા પરિણામ માંજલપુર કેન્દ્રનું અને સૌથી ઓછું ૬૩.૭૬ ટકા પરિણામ ડભોઇ કેન્દ્રનું આવ્યું છે. ગત વર્ષે સૌથી વધુ પરિણામ ફતેગંજ કેન્દ્રનું ૮૮.૭૫ ટકા અને સૌથી ઓછું ડભોઇ કેન્દ્રનું ૬૩ ટકા હતું. આમ, ડભોઇએ ઓછા પરિણામનું સ્થાન જાળવી રાખ્યું છે. વડોદરા શહેર-જિલ્લાના છેલ્લા દશ વર્ષના પરિણામ જોઇએ તો વર્ષ ૨૦૧૫માં ૮૯.૭૧ ટકા હતું, એ પછી પરિણામ ઘટતું રહ્યું હતું. જોકે ગત વર્ષે ૮૨.૫૦ ટકા પરિણામથી ઘટાડાનો સિલસિલો અટક્યો હતો, પરંતુ આ વખતે .૩૦ ટકા પરિણામ ઓછું આવતા પરિણામ ઘટાડાનું ફરી શરૃ થયું છે.

Tags :