Get The App

ગરીબ વિદ્યાર્થીઓ પર માતા સરસ્વતીની કૃપા : સુરત પાલિકાની શાળામાં મજુરી કામ, ડાયમંડ વર્ક કરતા વાલીઓના 81 બાળકોએ A-1 ગ્રેડ મેળવ્યો

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
ગરીબ વિદ્યાર્થીઓ પર માતા સરસ્વતીની કૃપા : સુરત પાલિકાની શાળામાં મજુરી કામ, ડાયમંડ વર્ક કરતા વાલીઓના 81 બાળકોએ A-1 ગ્રેડ મેળવ્યો 1 - image

Surat: સુરત પાલિકા સંચાલિત માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ કરવા જઈ રહી છે. સુરત પાલિકાની સુમન સ્કૂલમાં પાલિકાની સુમન સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું તેમાં ગરીબ અને મધ્ય વર્ગના વાલીઓના બાળકો ઝળક્યા છે. તેમાં પણ મજુરી કામ, સુથારી કામ, ડાયમંડ વર્ક જેવા કામો કરતા વાલીઓના 81 બાળકોએ A 1 ગ્રેડ મેળવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારની સુમન શાળામાં બાળપણમાં જ માતા પિતા ગુમાવનારા માણકીયા તુષારે 93.57 ટકા મેળવ્યા હતા. જ્યારે પિતાની છત્રછાયા નથી માતા ઘર કામ કરે છે તેમની દિકરી માનસી ખત્રીએ 92.85 ટકા મેળવ્યા હતા. 

ગઈકાલે જાહેર થયેલા ધોરણ 12 ના પરિણામ સુરત પાલિકાની સુમન શાળાએ ડંકો વગાડ્યો છે. પાલિકાની સુમન શાળામાં ગરીબ અને મધ્ય વર્ગના વાલીના બાળકો અભ્યાસ કરે છે. જોકે, પાલિકાની શાળામાં હવે ખાનગી શાળાની જેમ શિક્ષણ અપાઈ રહ્યું છે તેનું પરિણામ હાલ બોર્ડનું પરિણામ આવ્યું તેના પર જોવા મળી રહ્યું છે. 

કતારગામ વિસ્તારની સુમન શાળામાં ધોરણ 12ની પરીક્ષા આપનારા માણકીયા તુષાર કહે છે, મારા માતા-પિતા મેં નાનપણમાં જ ગુમાવી દીધા હતા ત્યારથી હું મારા કાકાને ત્યાં રહુ છું મારા કાકા રત્નકલાકાર છે. પાલિકાની શાળામાં દરેક વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવામાં આવે છે તેના રીવિઝન પણ કરવામાં આવે છે તેના કારણે હું આજે A 1 ગ્રેડ લાવી શક્યો છું. કતારગામની સુમન શાળામાં ધોરણ 12માં એ વન ગ્રેડ મેળવનાર માનસી ખત્રી કહે છે, પિતા નથી માતા સાથે રહે છે અને પાલિકાની શાળામાં અભ્યાસ કરીને તેણે આ સિદ્ધિ મેળવી છે. 

પાલિકાની સુમન શાળા ક્રમાંક 11માં  93.71 ટકા સાથે એ વન ગ્રેડ મેળવનાર ઓમ પાટીલ ના પિતા દિપક પાટીલ સંચા ખાતામાં કામ કરે છે પંરતુ શાળાના શિક્ષકો અને આપવામાં આવતા શિક્ષણના કારણે તેનો એ ગ્રેડ આવ્યો છે. આમ ગરીબ અને મધ્યમ વર્ગના 81 બાળકો એવા છે  જેઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. 

Tags :