Get The App

ધોરણ-૧૦માં ૮૦૫ છાત્રોએ એ૧ ગ્રેડ મેળવ્યા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ધોરણ-૧૦માં ૮૦૫ છાત્રોએ એ૧ ગ્રેડ મેળવ્યા 1 - image


ગાંધીનગર જિલ્લો ઉંચા પરિણામમાં રાજ્યમાં છઠ્ઠો રહ્યો ઃ૧૯,૧૩૫ વિદ્યાર્થી બોર્ડ કસોટીમાં પાસ

 નાપાસ થયેલા ૨,૭૪૮ વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા આપવાની રહેશે ઃ ગત વર્ષ કરતાં થોડા વધારા સાથે જિલ્લાનું પરિણામ ૮૭.૪૪ ટકા

ગાંધીનગર :  ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષાનાં પરિણામ જાહેર થયા છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ ગત વર્ષના ૮૭.૨૨ ટકાની સામે થોડું વધારે ૮૭.૪૪ ટકા આવ્યું છે. પરંતુ ઉંચા પરિણામમાં જિલ્લાનો ક્રમ નીચે ઉતરીને રાજ્યમાં છઠ્ઠો રહ્યો છે. પરંતુ સમગ્ર રાજ્યના ૮૩.૦૮ ટકા પરિણામની સામે જિલ્લાનું પરિણામ ૪.૩૬ ટકા વધારે આવ્યું છે. જિલ્લાના ૧૯,૧૩૫ વિદ્યાર્થીઓ પાસ થયાં છે અને તેમાના ૮૦૫ વિદ્યાર્થીએ એ ૧ ગ્રેડ મેળવ્યો છે. બીજી બાજુ ૨,૭૪૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યા ન હતાં. તેઓ જોકે પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકશે.

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં પાસ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે. ગત વર્ષે એ ૧ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦૮ રહી હતી. જે વધીને ૮૦૫ પર પહોંચી છે. અને પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. પરંતુ તેની સામે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. ગત વર્ષે તેનો આંકડો ૨,૫૯૩ હતો જે આ વર્ષે વધીને ૨,૭૪૮ પર પહોંચ્યો છે. જોકે સરવાળે ગત વર્ષ કરતાં આ વર્ષે ઉંચુ પરિણામ તો આવ્યું જ છે. તેના સંબંધે જિલ્લા શિક્ષણાધિકારી ડા. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું કે નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવું. શૈક્ષણિક કાર્ય સંબંધમાં સતત બેઠકો યોજાતી રહેવી. તેજસ્વી વિદ્યાર્થીઓને સાચી દિશાનું દર્શન કરાવવું. શૈક્ષણિક કાર્યનું સતત નિરીક્ષણ અને સમીક્ષા સહિતની બાબતોમાં તમામ કક્ષાએથી અપનાવાયેલા હકારાત્મક વલણ અને શિક્ષકો દ્વારા કરાયેલી મહેનતનું આ પરિણામ મળ્યું છે. સારા પરિણામ માટે વિદ્યાર્થીથી લઇને આચાર્ય અને શાળા સંચાલકથી લઇને શિક્ષણ તંત્ર સુધી તમામ કક્ષાએથી પરિશ્રમ કરવામાં આવે તે અનિવાર્ય બની રહે છે. ત્યારે જિલ્લાના ચાર ટાઉન સેન્ટર પૈકી ગાંધીનગરનું ૮૯.૨૫ ટકા, દહેગામનું ૮૫.૭૭ ટકા, માણસાનું ૮૫.૬૩ ટકા, કલોલનું ૮૪.૯૪ ટકા અને ચાંદખેડાનું ૮૦.૨૫ ટકા પરિણામ આવ્યું છે.

શુન્ય અને ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યા વધી

જિલ્લામાં શુન્ય પરિણા ધરાવતી શાળાની સંખ્યા બેવડાઇને ૨ થવાની સામે જેનું પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હોય તેવી શાળાની સંખ્યામાં ૧૧નો વધારો થવાની સાથે આ વર્ષે ૬૫નો આંકડો નોંધાયો છે. દરમિયાન બોર્ડની પરીક્ષામાં ૩૦ ટકાથી ઓછું પરિણામ આવ્યુ હોય તેવી શાળાની સંખ્યા ગત વર્ષ ૨૦૨૪માં ૭ નોંધાઇ હતી. તેની સામે પરંતુ આ વર્ષમાં આવી શાળાની સંખ્યા માત્ર ૧ રહી છે. મતલબ કે નબળુ પરિણામ લાવતી શાળાની સંખ્યામાં ૬નો ઘટાડો થયો છે. બોર્ડના સતાવાર સુત્રો મુજબ ૦થી ૧૦ ટકા પરિણામવાળી શાળાની સંખ્યા ૨, ૧૧થી ૨૦ ટકા સુધી પરિણામમાં ૧ શાળા, ૨૧થી ૩૦ ટકા સુધીમાં શુન્ય શાળા, ૩૧થી ૪૦ ટકા ૨ શાળા, ૪૧થી ૫૦ ટકામાં ૧૩ શાળા, ૫૧થી ૬૦ ટકામાં ૧૩ શાળા, ૬૧થી ૭૦ ટકામાં ૨૨ શાળા, ૭૧થી ૮૦ ટકામાં ૩૧ શાળા, ૮૧થી ૯૦ ટકામાં ૫૮ શાળા, ૯૧થી ૯૯ ટકામાં ૧૨૫ શાળા અને ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યા આ વર્ષે વધીને ૬૫ નોંધવામાં આવી છે.

 જિલ્લાના કેન્દ્રોમાં ઝીંડવાનું સૌથી ઉંચું અને શેરથાનું સૌથી નીચું પરિણામ

નાદોલ ૭૨.૩૩ ટકા, દહેગામ ૮૫.૭૭ ટકા, રખિયાલ સ્ટેશન ૮૬.૭૪ ટકા, બહિયલ ૮૯.૮૬ ટકા, શેરથા ૬૩.૯૬ ટકા, ગાંધીનગર ૮૯.૨૫ ટકા, છાલા ૯૩.૦૬ ટકા, ઝીંડવા ૯૫.૮૮ ટકા, કલોલ ૮૪.૯૪ ટકા, માણસા ૮૫.૬૩ ટકા, અડાલજ ૮૭.૩૦ ટકા, આજોલ ૮૫.૪૪ ટકા, ડભોડા ૯૪.૯૫ ટકા, સોજા ૯૩.૮૩ ટકા, સરઢવ ૮૦.૧૮ ટકા, કનીપુર ૯૨.૩૩ ટકા, ચાંદખેડા ૮૦.૨૫ ટકા, કડજોદરા ૮૯.૧૨ ટકા, મગોડી ૯૪.૧૨ ટકા, લોદ્રા ૯૧.૯૩ ટકા, મોટેરા ૮૬.૩૬ ટકા, ખરણા ૯૪.૫૦ ટકા, દેલવાડ ૮૫.૭૧ ટકા, મોટી આદરજ ૮૦.૮૨ ટકા, વલાદ ૮૮.૫૧ ટકા, લવારપુર ૯૩.૩૯ ટકા, છત્રાલ ૬૫.૯૬ ટકા, પુન્ધ્રા ૮૯.૦૮ ટકા, અમરાપુર ૯૫.૦૫ ટકા, લીમ્બોદ્રા ૯૫.૨૪ ટકા, રાયસણ ૮૪.૭૬ ટકા, પલસાણા ૮૮.૬૨ ટકા અને ચરાડા કેન્દ્રનું પરિણામ ૯૪.૬૩ ટકા રહ્યું છે.

 આ વર્ષેે પણ બી-૨ ગ્રેડ મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ રહી

ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યાની સંખ્યાના આધારે શૈક્ષણિક સ્તર કેટલું ઉંચું આવ્યું તેની જાણકારી મળે છે. ગાંધીનગર જિલ્લામાં એ ૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા તો વધી છે. સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બી ૨ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સોથી મોટી રહી છે. એ ૧ ગ્રેડમાં ૮૦૫, એ ૨ ગ્રેડમાં ૨૮૨૨, બી ૧ ગ્રેડમાં ૪૦૬૫, બી ૨ ગ્રેડમાં ૪૭૩૫ સી ૧ ગ્રેડમાં ૪૨૭૭, સી ૨ ગ્રેડમાં ૨૨૩૫, ડી ગ્રેડમાં ૧૯૪ વિદ્યાર્થી નોંધવામાં આવ્યાં છે. ત્યારે નોંધવું રહેશે, કે ડી ગ્રેડ મતલબ કે માત્ર પાસીંગ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ડી ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષે ૨૭૭ હતી.

Tags :