Gujarat

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ

By GS TEAM
9 Jan 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દેવુભાના ચોક નજીક વ્યાસ ફળીમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ

Jamnagar Gambling Raid : જામનગરમાં દેવુભાના ચોક નજીક વ્યાસ ફળીમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓની અટકાયત કરી છે.

 જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દેવુભાના ચોક નજીક વ્યાસફળીમાં ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલી મીનાબેન જેન્તીભાઈ ચાવડા, ઇન્દિરાબેન બીપીનભાઈ ચૌહાણ, પૂનમબેન દુર્ગેશભાઈ ચૌહાણ, મીતાબેન ધર્મેશભાઈ રાઠોડ, આશાબેન વિમલભાઈ સોલંકી, વિલાસબેન ભરતભાઈ જેઠવા જયાબેન જયસુખભાઈ પરમાર, તેમજ હંસાબેન જેન્તીભાઈ જેઠવાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 5,250 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.