Get The App

ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર 1 - image


ફૂટ રોડ પર ઉદ્યોગનગરના ગેઈટ પાસેથી ૫ જુગારી ઝડપાયા ૮૦ 

થાનના ચાંદ્રેલીયા ગામેથી એક જુગારી ઝડપાયો, પાંચ ફરાર ઃ જુગારના ત્રણેય દરોડામાં ૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેર, થાનના ચાંદ્રોલીયા ગામ અને ચોટીલાના દેવસર ગામમાં જુગારના ત્રણ દરોડામાં એક મહિલા સહિત ૧૪ શકુની જુગાર રમતા પકડાયા હતા જ્યારે બે શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જુગારના ત્રણેય દરોડામાં રૃ. ૧,૯૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ૧૬ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. થાન પોલીસે ચાંદ્રેલીયા ગામે રહેણાંક મકાનની બહાર જુગાર રમાતા સુરેશભાઈ વાલજીભાઈ સેટાણીયા રહે.ખાખરાળીવાળાને રોકડ રૃા.૩૫૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૃા.૫,૦૦૦, પટની રોકડ રકમ રૃા.૧,૧૦૦ મળી કુલ રૃા.૧૧,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય પાંચ શખ્સો (૧) ભરતભાઈ દેવાભાઈ સારલા (૨) રમેશભાઈ દેવાભાઈ સારલા (૩) રધાભાઈ (૪) રાજુભાઈ અને (૫) અતુલભાઈ તમામ રહે.ચાંદ્રેલીયા ગામ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. જ્યારે એલસીબી પોલીસે ચોટીલાના દેવસર ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા (૧) કાનજીભાઈ મોતીભાઈ મુલાણી રહે.અરણી તા.ઉપલેટા (૨) અરવિંદભાઈ રમેશભાઈ સુરેલા રહે.પાંજવાળી (૩) સહદેવસિંહ અનોપસિંહ ચૌહાણ રહે.ડોળીયા (૪) મુકેશભાઈ ઘુઘાભાઈ ડાભી રહે.હરમડીયા, તા.ગીર ગઢડા (૫) પરષોત્તમભાઈ મોહનભાઈ ઓળકીયા રહે.ધરમપુર (૬) ગોરધનભાઈ રામસીભાઈ મજેઠીયા રહે.મેવાસા (૭) જયસુખભાઈ રાયમલભાઈ ઉઘરેજા રહે.દેવસરને  રોકડ રૃા.૯૧,૯૦૦, ૮-મોબાઈલ કિં.રૃા.૫૫,૦૦૦ મળી કુલ રૃા.૧,૪૬,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે કાજલબેન સંજયભાઈ સોલંકી રહે.દેવસરને સુર્યાસ્તથી સુર્યોદરના સમય દરમ્યાન અટક કરવા પર પ્રતિબંધ હોય નોટિસની બજવણી કરી હાજર રહેવા સુચનાઓ આપી હતી અને અન્ય એક શખ્સ સંજયભાઈ ભુપતભાઈ સોલંકી નાસી છુટયો હતો. આ તમામ શખ્સો વિરૃધ્ધ ચોટીલા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે ૮૦ ફૂટ રોડ પર ઉદ્યોગનગરના ગેઈટ પાસે નવી બનતી દુકાન નજીક ગુડદી પાસાનો જુગાર રમતા (૧) તેજસભાઈ પ્રભાતભાઈ કવાડીયા (૨) મહેશભાઈ કેશુભાઈ ચૌહાણ (૩) અશોકભાઈ રસીકલાલ વસવેલીયા (૪) કલ્પેશભાઈ ડાયાભાઈ નાકીયા અને (૫) કિરણભાઈ ભીખુભાઈ પનારા (તમામ રહે.સુરેન્દ્રનગર અને વઢવાણ)ને માત્ર રોકડ રૃા.૩૨,૬૦૦ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Tags :