Get The App

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સોની અટકાયત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સોની અટકાયત 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં તેમજ જામજોધપુર તાલુકાના લુઆસર ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા અને કુલ 8 આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો ત્રણ દરવાજા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલાં કિશન બાનાભાઈ ગડણ, ઇમરાન ઉર્ફે લીંબુ કાસમભાઇ માડકિયા, તેમજ મુસ્તાક ઉંમર ભાઈ નાયકની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,400 ની રોકડ રકમ અને ઘોડીપાષાનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના લુવાસર ગામમાં વાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. શેઠ વડાળા પોલીસ સ્ટેશનની ટુકડીએ પાડેલા દરોડામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જેન્તીભાઈ ભનજીભાઈ મકવાણા, ઇમ્તિયાઝ મુસાભાઇ કુરેશી, કિશન બાબુભાઈ અજુડીયા બાવનજીભાઈ વીરાભાઇ પરમાર, અને જયંતીભાઈ જાદવજીભાઈ પટેલની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 8,700 ની રોકડ રકમ, ત્રણ મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,88,700ની માલમતા કબજે કરી છે.