શીયાણી ગામમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા
રૃ.16 હજારથી વધુની રોકડ જપ્ત, આઠ સામે ગુનો નોંધાયો
લીંબડી - લીંબડી તાલુકાના શિયાણી ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપાયા હતા. જ્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ રૃપિયા ૧૬ હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે તમામ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસ સ્ટેશનનાં સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે શીયાણી ગામમાં જાહેરમાં અમુક માણસો તીન પતીનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં નરેન્દ્ર રણજીતસિંહ પરમાર, મહિપત ગણેશભાઈ મકવાણા, અજીત દશરથસિંહ પરમાર, વિશાલ જગદીશભાઈ મોટકા, ધનજી ગોરધનભાઈ લકુમ, વનરાજ ધનજીભાઈ ચાવડા, ઘનશ્યામ ગોવિંદભાઈ અઘારા, મહાદેવ ભગવાનભાઈ મકવાણા સહિતનાને ઝડપી રોકડ રૃ.૧૬,૪૭૦નો મુદામાલ કબજે કરી તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.