Get The App

વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા 1 - image

- પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હતા

- બંને બનાવમાં જે-તે પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : ખેડા ટાઉન પોલીસે વિઠ્ઠલપુરામાંથી મધરાત્રે પત્તા પાનાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપી પાડયા હતા. જ્યારે મહેમદાવાદ પોલીસે હલદરવાસમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા ટાઉન પોલીસ રવિવારની રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, વિઠ્ઠલપુરા શક્તિ માતાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે. જેથી પોલીસે રેડ પાડતા જુગાર રમતા સંજયભાઈ મયજીભાઈ ગોહેલ, મુકેશભાઈ દલપતભાઈ ગોહેલ, બાબુખાન ઇન્મુખાન પઠાણ, રોનકભાઈ સુરેશભાઈ જાદવ અને ગોવિંદભાઈ અમરાભાઇ ગોહેલને જુગારનું સાહિત્ય, દાવ ઉપર લગાવેલી રોકડ રકમ રૂ.૩,૮૨૦ સાથે ઝડપાયા હતા. આ મામલે ખેડા ટાઉન પોલીસે ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત મહેમદાવાદ પોલીસ રવિવારની સાંજે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, હલદરવાસ ગામે અંબા માતાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પત્તા પાનાનો જુગાર રમે છે, જેથી પોલીસે રેડ પાડતા હારજીતનો જુગાર રમતા દિલીપભાઈ દિનેશભાઈ ખાંટ, હાજી મહંમદ ઉર્ફે કલ્લુમીયા કાદરમીયા મલેક અને ભરતભાઈ બાબુભાઈ ખાંટને જુગારનું સાહિત્ય અને રોકડ રમક રૂ.૩૩૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.