Gujarat

બોરસદના સૈયદ ટેકરા ખાતેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

By GS TEAM
8 Feb 20261 min read
બોરસદના સૈયદ ટેકરા ખાતેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

- પત્તા પાનાનો જુગાર રમતા હતા

- પોલીસે શખ્સોની અંગજડતી, દાવ પરથી રોકડ રૂ. 6 હજાર કબજે લઈ ગુનો નોંધ્યો

આણંદ : બોરસદ શહેર પોલીસે બોરસદના સૈયદ ટેકરા ખાતેથી પત્તા પાનાનો જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમજ ઝડપાયેલા શખ્સોની અંગજડતી અને દાવ પરથી રોકડ રૂપિયા ૬ હજાર કબજે લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદના સૈયદ ટેકરા ખાતે આવેલા મેવાડા સ્ટ્રીટમાં કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી બોરસદ શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા આઠ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ જડતીમાંથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૬,૭૮૦ કબજે લીધા હતા. ઝડપાયેલ શખ્સોમાં મહંમદ અનીશ જામીનઅલી સૈયદ, મહંમદ આરીફ ઉર્ફે આરો બચુમિયા સૈયદ, આશિક ઉર્ફે ખટોલી અબ્દુલ બેગ મિરઝા, મહંમદ હસનેન ઇરફાન મિયા મલેક, યુસુફ ખાન અબ્દુલખાન પઠાણ, સાજીક ઉર્ફે મામો રફીક મિયા મલેક, શબીરોદીન ઉર્ફે એસજી ગુલામ નબી મલેક અને શાહિદ અલી મુસ્તાક અલી સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.