મુજપૂર - ગંભીરા બ્રિજ તૂટતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ
મુખ્યમંત્રીની સૂચના બાદ એસટીની ૮ નવી ટ્રીપ જાહેર, છાત્રો સાથે અનેકને રાહત
મુજપૂર - ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મુખ્ય મંત્રીની વૈકલ્પિક વ્યવસ્થા માટેની સૂચનાના પગલે વડોદરા એસટી ડિવિઝન દ્વારા ભાદરણ માટે ૮ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
મુજપૂર બ્રિજ તૂટી પડવાના કારણે મહી નદીના વડોદરા તરફના ગામોમાંથી આણંદ અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરીને જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે વડોદરા એસટી ડિવિઝન દ્વારા ભાદરણ માટે ૮ ટ્રીપ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બસ વાયા વડોદરા અને બોરસદ થઈને ચાલશે. બસની સમય સારણી પણ સવાર તથા બપોરના તાસ ધરાવતા છાત્રોને અનુકૂળ રહે તેવી રાખવામાં આવી છે. આ બસ સેવાનો લાભ મુજપૂર, એકલબારા, ડબકા, મહુવડ, નવાપુરા ગામના છાત્રોને મળી રહેશે.