Gujarat
વડોદરા નજીક બિલ ગામના રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
By GS TEAM
11 Jun 20261 min read
વડોદરા પાસેના બિલ ગામેથી ગઈ રાત્રે એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા પાસેના બિલ ગામેથી ગઈ રાત્રે એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile Rescue : વડોદરા પાસેના બિલ ગામેથી ગઈ રાત્રે એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા અને આસપાસના વિસ્તારોમાં મગરો રહણાંક વિસ્તારમાં આવી જતા હોવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. માનવ વસ્તી વચ્ચે આવી જતા મગરોમાં પણ હવે ડર ઓછો દેખાય છે.
ગઈકાલે આવી જ રીતે આઠ ફૂટનો મગર બિલ ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા પાદરાના જીવ દયા કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગની મદદ લઈ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.