વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.ની ગલીમાં જુગાર રમતા આઠ જુગારીઓનેૈ માંજલપુર પોલીસે ઝડપી પાડી ૧૭,૯૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મકરપુરા પોલીસે મળેલી માહિતીના આધારે મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રેડ કરીને જુગાર રમતા આઠને ઝડપી પાડયા છે.જેમાં (૧) દિપક પ્રકાશભાઇ ઠાકુર (રહે.હાઉસિંગના મકાનમાં, માણેજા) (૨) અજય અભેસિંગભાઇ સલાટ (રહે. જ્યુપિટર ચોકડી પાસે, માંજલપુર) (૩) ઇનાયત શબ્બીરભાઇ દિવાન (રહે. મદની મહોલ્લો, પાણીગેટ) (૪) ક્રિપાલ જયેન્દ્રસિંહ જાડેજા (રહે. હેતલનગર, અલવા નાકા,માંજલપુર) (૫) જુબેર યુસુફભાઇ મેમણ (રહે. બાવામાનપુરા, પાણીગેટ) (૬) સુભાષ ગોપાલભાઇ માળી (રહે. માળી મહોલ્લો,મકરપુરા) (૭) પીયૂષ ગોપાલભાઇ રાઠવા (રહે. બહુચરનગર, અલવાનાકા) તથા (૮) અનિલ લક્ષ્મણભાઇ બાવસ્કર (રહે.અમરકૃપા સોસાયટી, માંજલપુર) નો સમાવેશ થાય છે.


